NATIONAL

બ્લુમબર્ગના ચોંકાવનારા અહેવાલ, ભારતમાં અર્થહીન ડિગ્રીઓ બેકાર પેઢી ઊભી કરી રહી છે

નવી દિલ્હી : ભારતમાં ૧૧૭ બિલિયન ડોલરનો ‘શિક્ષણ ઉદ્યોગ’ ધમધોકાર ચાલે છે. નવી નવી કોલેજો ઊભી થતી જાય છે. આમ છતાં હજ્જારો ગ્રેજ્યુએટ યુવાનો, મર્યાદિત કે શૂન્ય આવડતને લીધે બેકાર રહ્યા છે. તેમાંએ જ્યારે અર્થતંત્ર ઉત્કર્ષની તુલાએ આવી ઉભું છે, ત્યારે તો આ પરિસ્થિતિ અત્યંત ગંભીર ગણી શકાય તેમ છે.

આ સાથે વાસ્તવિકતા તે પણ છે કે વધુ સારી નોકરી મળે તે હેતુથી યુવાનો બે કે ત્રણ ડીગ્રીઓ મેળવવા સતત ઝાંવા નાખી રહ્યા છે. પરિણામે નાના એવા એપાર્ટમેન્ટસ કે મોટી દુકાનો માટેની જગ્યામાં કે બજારોમાં પણ ઊભી કરાયેલી (કહેવાતી) યુનિવર્સિટીઓમાં મોં માગી ફી ભરી ડીગ્રીઓ મેળવી લે છે. આવી યુનિવર્સિટીઓ હાઈ-વેઝ ઉપર મોટી મોટી જાહેરાતો કરતાં બિગ બોર્ડઝ મુકે છે તેથી યુવાનો છેતરાઈ જાય છે, કારણ કે તે બિગ બોર્ડઝમાં અભ્યાસ પછી જોબ-પ્લેસમેન્ટ (નોકરી)નું વચન આપવામાં આવતું હોય છે.

સૌથી વધુ વિરોધીભાસ તો તે છે કે ભારતની યુનિવર્સિટીઓમાંથી જ આલ્ફાબેટ આઈએલસીના સુંદર પિચાઈ અને માઈક્રોસોફ્ટ કોર્પોરેશનના સત્ય નાદેલ્સા જેવા વૈશ્વિક સ્તરના વ્યાપાર નિષ્ણાતો અને વડાઓ બહાર આવ્યા છે, ત્યાં બીજા છેડે નાની યુનિવર્સિટીઓમાં અને હજ્જારો ખાનગી કોલેજોમાં તો પૂરતા પ્રોફેસરો જ નથી હોતા અને જે કોઈ હોય છે તે પણ પૂરતા તાલિમબદ્ધ નથી હોતા. તેમ વૈશ્વિક સંશોધન સંસ્થા બ્લુમબર્ગ જણાવે છે.

આ સંસ્થા તેમ પણ કહે છે કે આવી પરિસ્થિતિ અમેરિકા સહિત દુનિયામાં અનેક દેશોમાં છે જ પરંતુ ભારતમાં તો તેણે હદ વટાવી દીધી છે. તાજેતરમાં જ બ્લુમબર્ગ બે ડઝનથી પણ વધુ વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી. તે સર્વેએ અભ્યાસ પછી નોકરી મેળવવાની ચિંતા દર્શાવી હતી. બીજી તરફ જાણીતી બિઝનેસ ફર્મસ જેવી કે એમ.જી. મોટર્સ જણાવે છે કે તેઓને સારા ગ્રેજ્યુએટસ શોધવામાં પણ તકલીફ પડે છે. તેઓ પાસે તેમના વિષયનું પણ અપૂરતું જ્ઞાાન હોય છે. તો બીજી તરફ સામાન્ય જ્ઞાાન પણ ઘણું મર્યાદિત હોય છે.

આટલું ઓછું હોય તેમ ભારતમાં રહેલા ઉદ્યોગ ગૃહો કે મોટા વ્યાપાર ગૃહોમાં ખાલી જગ્યાઓ પણ ઘણી મર્યાદિત હોય છે. તેથી પણ યુવાનોમાં બેકારીનું પ્રમાણ વધી રહ્યું છે.

આ પરિસ્થિતિમાં આશાનું એક કીરણ તે છે કે ચીન છોડી રહેલાં વૈશ્વિક ઉદ્યોગ ગૃહોને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવકાર્યા છે, સાથે રોકાણકારોને પણ આવકાર્યા છે. આ રીતે દેશમાં લાખો નવી નોકરીઓ, અને રોજગાર ઊભા થવા સંભવ છે. મોદીને માટે તેમ કરવું અનિવાર્ય છે કારણ કે, ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં બેકારી મહત્વનો મુદ્દો બની રહે તેમ છે. મોંઘવારી પણ મહત્વનો મુદ્દો છે. પરંતુ રોજગારી હોય તો ગમે તેમ કરી મોંઘવારીનો સામનો થઈ શકે માટે જ રોજગારી તે સૌથી મહત્વનો મુદ્દો બની રહે તેમ છે.

દેશમાં બનાવટી ડીગ્રી કૌભાંડનો પર્દાફાશ કરતા આ અહેવાલ જણાવે છે કે ભોપાલમાં એક બનાવટી મેડીકલ કોલેજનો કીસ્સો બહાર આવ્યો છે. ત્યાંની હોસ્પિટલમાં દર્દીઓ અપૂરતી અને ખોટી સારવારને લીધે નિધન પામ્યા હતા.

એવા પણ કીસ્સા થયા છે કે હિમાચલ પ્રદેશમાં ‘માનવ-ભારતી’ નામની યુનિવર્સિટી રચાઈ હતી જે બનાવટી માસ્ટર્સ અને પીએચડીની ડીગ્રી આપતી હતી. કોલેજમાં તે માટે પૂરતા કલાસરૂમ પણ ન હતા. તેની ઉપર તપાસ યોજાતાં તે કહેવાતી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર નાસી ગયા છે જે પછીથી ધરપકડ પણ થઈ હતી.

ટૂંકમાં આવું ધૂંધળું બની રહ્યું છે ભારતમાં શિક્ષણ ક્ષેત્ર.

[wptube id="1252022"]
Back to top button