સોમનાથ ખાતે તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત હેન્ડલૂમ અને હેન્ડીક્રાફટ પ્રદર્શનનો આરંભ

તમિલ સંગમ કાર્યક્રમ’ અંતર્ગત હેન્ડલૂમ અને હેન્ડીક્રાફટ પ્રદર્શન યોજવામાં આવ્યું છે, જેમાં ભારત સરકારના કપડા મંત્રાલય અંતર્ગતના હેન્ડલૂમ અને હેન્ડીક્રાફટ ડેવલપમેન્ટ કમિશનર અને નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા હાથશાળ અને વણાટના વિવિધ યંત્રો સાથે પ્રદર્શન અને વિવિધ કારીગરો માટે વેચાણ માટેના સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં હેન્ડીક્રાફટ અંતર્ગત કચ્છ એમ્બ્રોડરી, તમિલ કલમકારી, એપ્લિક વર્ક, વુડન આર્ટ વગેરેનું પ્રદર્શન તેમજ હેન્ડલૂમ અંતર્ગત પટોળા વણાટ, હાથ વણાટની નાની અને મોટી લૂમ સાથે લાઈવ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. આ એક્સપોમાં તમિલ અને ગુજરાતી હસ્તકલાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. લગભગ ૬૦ જેટલા વિવિધ સ્ટોલમાંથી કારીગરો પાસેથી વસ્ત્રો અને અન્ય ઉત્પાદનોની ખરીદી પણ કરી શકશે. મુળ સૌરાષ્ટ્રના તમિલ બાંધવો આ સ્ટોલની મુલાકાત લઈને રસપૂર્વક માહિતી મેળવી રહ્યા છે.






