
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી
રૂ.૧૯૫ કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહુર્ત-લોકાર્પણ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રૂા.૧૧૦ કરોડના ખર્ચે સાકારિત “પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર પ્રોજેક્ટ” નું ખાતમુહૂર્ત કરશે
રૂ।. ૩૯ કરોડના ખર્ચે અંબિકા નદી ઉપર ડુબાઉ પુલની જગ્યાએ હાઈ લેવલ બ્રિજ ખુલ્લો મૂકાશે.
નવસારી: રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ્દ હસ્તે નવસારીને કરોડોના વિકાસકામોની ભેટ સાથે નવસારી શહેરમાં વિકાસપર્વ ઉજવાશે. મુખ્યમંત્રીશ્રી રૂ.૧૯૫ કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહુર્ત-લોકાર્પણ કરશે. તેઓ પૂર્ણા નદી કિનારે કસ્બાપાર ગામ ખાતે રૂ.૧૧૦ કરોડના ખર્ચે “પૂર્ણા ટાઈડલ રેગ્યુલટર ડેમ” ઉપરાંત ચીખલી ખાતે રૂા.૩૬ કરોડના ખર્ચ નિર્માણ થનાર ૧૦૦ બેડની સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ અને નવસારી જિલ્લાના અબ્રામા ખાતે રૂા.૧૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ પ્રકલ્પનું ખાતમુહુર્ત કરશે. સાથોસાથ રૂા.૩૯ કરોડના ખર્ચ નવનિર્મિત નિર્માણ પામેલા અંબિકા નદી ઉપર ડુબાઉ પુલની જગ્યાએ હાઈ લેવલ બ્રિજને ખુલ્લો મૂકાશે.નવસારી જિલ્લા વહીવટ તંત્ર દ્વારા સાકારિત વિકાસકાર્યો શહેરીજનો અને ગ્રામજનોની સુખસુવિધામાં વધારો કરશે.
નવસારીના પૂર્ણા નદી પર દરિયાઇ ખારાશ આગળ વધતી અટકાવવાની તથા મીઠા પાણીના જળસંગ્રહની યોજના તથા મીઠા પાણીના જળસંગ્રહની યોજના પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટરના ખાતમુહૂર્ત કાર્યક્રમ માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાશે.
મંગળવારે સવારે ૯-૦૦ વાગે કસ્બાપાર, ક્રિકેટ ગ્રાઉન્ડ, નવસારી ખાતે યોજાનારા કાર્યક્રમમાં રાજયના નાણાંમંત્રીશ્રી કનુભાઇ દેસાઇ, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા, વન અને પર્યાવરણ રાજયમંત્રીશ્રી મુકેશભાઇ પટેલ, નવસારી સાંસદ શ્રી સી.આર.પાટીલ, નવસારી ધારાસભ્ય શ્રી રાકેશભાઇ દેસાઇ, જલાલપોર ધારાસભ્ય શ્રી આર.સી.પટેલ, ગણદેવી ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલ ઉપસ્થિત રહેશે.






