
૧૭ એપ્રિલ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા.

રાજકોટ જીલ્લા ના ઉપલેટા તાલુકાનું નાનુ ગામ આવેલું છે ઢાંક ગામ જયા અતિ પ્રાચીન ગામ માનવામાં આવે છે
આ ગામમાં પૌરાણિક 100 જેટલા મંદિરો આવેલા છે તથા આ ગામ નુ જુનુ નામ પ્રેહ પાટણ હતુ આ પ્રેહ પાટણ ને દટણસો પટણ અને માયા સો મીટટી નો શ્રાપ આપી ને દટણ પટણ કરીયુ ધુધળીનાથે અને પછી તેમના શિષ્ય એવા શ્રી સિધ્ધનાથજી એ શપથ લીધા કે ભલે મારા ગુરૂ એ જે કરીયુ હોય પણ હું આ ગામ ને જેશો લંકેશ વેશો ઢંકેશ બનાવી ને રહીશ પછી શ્રી નાગાજણજી જેઠવા ને તેમના શિષ્ય બનાવી જેવી સોના ની લંકા હતી તેવુંજ સોના ની ઢાંક નગરી બનાવી આ નાગાજણજી જેઠવા પાસે ધણી બધી સિધ્ધિ ઓ હતી જેવી કે વનસ્પતિ ના રસ માંથી સોનુ બનાવવું આકાશ મા સોર વિહાર કરવો ક્યાં કયા વનસ્પતિ ના રસ ના સેવન થી લાંબુ નિરોગી આયુષ્ય ભોગવવું આવી અનેકો સિધ્ધિ તેમની પાસે હતી એવા શ્રી નાગાજણજી દાદા ને રસ સિધ્ધ નાગાજણજી દાદા તરીકે ઓળખવામાં આવે છે ત્યારે આજ રોજ ઢાંક મુકામે જીલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ઇન્દ્રવિજયસિંહ ચુડાસમાસાહેબ તથા ભાયાવદર શહેર ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઇ વાછાણી તથા ભાયાવદર શહેર મહામંત્રી શ્રી સરજુભાઇ માકડીયા તથા જિલ્લા કિસાન મોરચાના કારોબારી સભ્ય શ્રી ભગવાનજીભાઇ પરસાણી તથા ઉપલેટા તાલુકા ભાજપ ઉપપ્રમુખ શ્રી ઋષિરાજસિંહ વાળા એ આજે ઢાંક ગામે નાગાજણજી જેઠવા ના દર્શન કરી ધન્યતા અનુભવાય છે





