
વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા
મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લા ન્યાયાલય ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

માનવ જિંદગી અમૂલ્ય છે જેને બચાવવા લોહી એક મહત્વનું તત્વ છે. લોહીની આકસ્મિક જરૂરિયાત કોઈપણ વ્યક્તિને ગમે ત્યારે પડી શકે છે અને તેથી જ આવા સંજોગોમાં લોકોની જરૂરિયાતને પહોંચી વળવા અને આકસ્મિક સંજોગોમાં તેઓને મદદરૂપ થવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ , મહીસાગર દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ જિલ્લા અદાલત મહીસાગર ખાતે મુખ્ય ન્યાયાધીશ એચ એ દવેની ઉપસ્થિતિમાં યોજાયો હતો
મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ચેરમેનશ્રી અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એચ. એ. દવે તેમના ધર્મપત્ની શ્રીમતી એચ. એચ. દવે અને જિલ્લા પોલીસ અધિક્ષક આર. પી. બારોટે રકતદાન કરી શિબીરનો શુભારંભ કરાવ્યો
આ શિબીરમાં મહીસાગર બાર એસોસિએશન પ્રમુખ એ. કે. પટેલ, રેડક્રોસ સોસાયટી ચેરમેન એમ.આર.પટેલ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ જે. એન. વ્યાસ, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વી. એમ. વણકર, એડિશનલ સિવિલ જજ કે. એમ. ભટ્ટ, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ પૂર્ણકાલીન સચિવ એમ. જે. બિહોલા રેડક્રોસ સોસાયટી સેક્રેટરી સંજયભાઈ શાહ, રેડક્રોસ સોસાયટી વાઇસ ચેરમેન ડૉ. મહેશ શુક્લ, રેડક્રોસ સોસાયટી ટ્રેઝરર માર્ગેશ શુક્લ, લુણાવાડાના જાણીતા તબીબો, તમામ વકીલો, પેનલ એડવોકેટ, પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો, જિલ્લા ન્યાયાલય તમામ સ્ટાફ, પેરા લીગલ વૉલંટિયર્સ અને નગરના સેવાભાવી રકતદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.








