ENTERTAINMENT

જહોન અબ્રાહમને કારણે 3 દિવસ રડી હતી કેટરિના કૈફ

બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ “કિસિકા ભાઈ કિસિકી જાન”ને લઈને ચર્ચામાં છે. આ વચ્ચે સલમાન ખાનનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એકટર કેટરિના કૈફ અને જહોન અબ્રાહમને લઈને એક મોટી વાત જણાવતા જોવા મળ્યો છે.

સલમાન ખાનનો વાયરલ થઈ રહેલો વીડિયો ટીવી શો “આપ કી અદાલત”નો છે. જયા સલમાને કહ્યું કે, ઘણા વર્ષો પહેલા ફિલ્મ ‘સાયા’માંથી કેટરિના કૈફને હટાવડાવી હતી. સલમાને જણાવ્યું કે, “તેને યાદ છે કે કેટરિના રડી રહી હતી, ત્રણ દીવસ સુધી તેને આ બધું સહન કરવું પડયું. ત્યારે મને એમ લાગતું હતું કે આ રડે છે કેમ? આ દેશની સૌથી મોટી અભિનેત્રી બનશે
સલમાને જણાવ્યું કે તેને કેટરીનાને સમજાવી કે, ‘તું એક દિવસ આ વાત પર હસીસ’ ત્યારે કેટરિનાએ કહ્યું કે તમે આમ બોલી શકો છો, તમે સલમાન ખાન છો; આટલા મોટા સ્ટારને કંઈપણ ફિલ નથી થતું.

સલમાન ખાને ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે, કેટરિનાએ રડતા રડતા કહ્યું હતું કે તેનું કરિયર બરબાદ થઈ ગયું, કોઈ કેવી રીતે તેને નીકાળી શકે છે. પછી ન્યુયોર્ક ફિલ્મ આવી તો તેને કહ્યું કે તેમાં જહોન છે. સલમાને કેટરિનાને સમજાવ્યું કે તું સ્ક્રિપ્ટના કારણે ફિલ્મ કરી રહી છે કો-સ્ટાર કોઈપણ હોય તેનાથી ફરક નથી પડતો.

સલમાને કહ્યું, ‘પછી કેટરીનાએ કહ્યું- તેણે મને ફિલ્મમાંથી કઢાવી હતી.’ સલમાને કહ્યું, ત્યારે તેણે કેટરિનાને કહ્યું, ‘આજે તું એ સ્થિતિમાં છે કે તું આ કરી શકે છે. પ્રોડયુસર અને ડિરેક્ટર તારા મિત્ર છે તે તેને રિપ્લેસ કરી શકે છે પરંતુ તે યોગ્ય વાત નથી…’ સલમાન ખાને ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘તે તેની વાત સમજી ગઈ અને જ્હોન સાથે કામ કર્યું. ફિલ્મ મોટી હિટ રહી…’

[wptube id="1252022"]
Back to top button