
૧૬ માર્ચ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા
જામકંડોરણા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ના માર્ગદર્શન હેઠળ ચાલતું વ્રજવલ્લભ સોશિયલ ગ્રુપ દ્વારા મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસની ઉજવણીનુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું
અખંડ ભુમંડલાચાર્યવર્ય જગદ્ગુરૂ શ્રીમદ્ વલ્લભાચાર્યજીનો ૫૪૬ મો પ્રાગટય મહોત્સવ જામનગર બિરાજમાન શ્રી વલ્લભ વંશાવતંશ પ્રાતઃસ્મરણિય પુ.પા.ગો.૧૦૮ શ્રી હરીરાયજી મહારાજશ્રીની આજ્ઞાથી તેમજ શ્રી વ્રજવલ્લભ સોશ્યલ ગૃપના અધ્યક્ષ પુ.પા.ગો.૧૦૮ શ્રી વલ્લભરાયજી મહોદયશ્રીના માર્ગદર્શન તેમજ શ્રી વ્રજવલ્લભ સોશ્યલ ગૃપના પ્રમુખ ને ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાના સાથ અને સહકારથી ચૈત્ર વદ એકાદશી ના દિવસે
ભવ્ય વરણાંગીનું આયોજન કરવામાં આવ્યું હતું
બહોળી સંખ્યામાં વૈષ્ણવ ભાઈઓ વૈષ્ણવ પોશાક પહેરીને શોભાયાત્રામાં જોડાયા હતા
વરણાંગી વૈષ્ણવ સમાજ તળાવ પ્લોટ થી પ્રસ્થાન કરી નગર દરવાજા, રામ મંદિર, પટેલ ચોક, થઈ શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ. ફરી વૈષ્ણવ સમાજે પુર્ણ થાય હતી.
કાર્યક્રમમને સફળ બનાવતા
શ્રી વ્રજલ્લભ સોશ્યલ ગૃપ –
શ્રીમદ્ અનિરૂધ્ધ પુષ્ટિમાર્ગીય પાઠશાળા
શ્રી મહિલા સત્સંગ મંડળ જામકંડોરણા








