BHARUCH

કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ*

કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગોને લગતા પ્રશ્નોનું તાકિદે નિરાકરણ લાવવા અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું*

ભરૂચ- શુક્રવાર- કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક આજરોજ જિલ્લા આયોજન મંડળની કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. ભરૂચ જિલ્લાની સંકલની બેઠકમાં ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરેલ પ્રશ્નોની જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાએ સંબંધિત અધિકારીઓને સત્વરે વિગતવાર અહેવાલ કરવા સૂચના આપી હતી.

આ ઉપરાંત વિવિધ વિભાગો પરસ્પરના સંકલન અને સહકારથી સામાન્ય નાગરિકો સાથે સીધી રીતે જોડાયેલાં પ્રજાના પ્રશ્નોને અગ્રતા આપી તેનો સત્વરે ઉકેલ લાવે તેવો અનુરોધ કર્યો હતો, આ કામોમાં ઝડપ લાવવી સત્વરે પૂર્ણ કરવા માટે તેમણે ઉપસ્થિત અધિકારીઓને સૂચના પણ આપી હતી.

ભરૂચ જિલ્લા સંકલન બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતાં કલેક્ટરશ્રી દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવાં ઉપસ્થિત અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી.

ભરૂચ જિલ્લા આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અલ્પાબેન પટેલ, ધારાસભ્ય સર્વેશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.આર. જોષી, જિલ્લા પોલિસ વડા ડૉ. લિના પાટીલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.આર.ધાધલ, પ્રાંત અધિકારીશ્રીઓ સહિતનાં જિલ્લા- તાલુકાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

વાત્સલ્યમ્ સમાચાર
મહેન્દ્ર મોરે-ભરૂચ

[wptube id="1252022"]
Back to top button