
તા.૧૫ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
૮૦ ટકાથી વધુ વસૂલાત કરનારી ગ્રામ પંચાયતોના સરપંચ-તલાટીઓનો સન્માન સમારોહ યોજાયો
રાજકોટ તાલુકા પંચાયત દ્વારા આ વર્ષે સૌથી વધુ ૬.૪૧ કરોડની વસૂલાત કરવામાં આવી છે. આ વસૂલાત એક વર્ષમાં થયેલી અત્યાર સુધીની સૌથી વધુ વસૂલાત છે, એમ તાલુકા વિકાસ અધિકારીશ્રી એન.એમ. તરખલાએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન મુજબ, રાજકોટ તાલુકા પંચાયત અંતર્ગતની ગ્રામ પંચાયતોમાં આ વેરા સહિતની વસૂલાતની કામગીરી થઈ હતી. જેમાં રેકોર્ડબ્રેક ૬ કરોડ ૪૧ લાખની વસૂલાત થતાં, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા તાલુકા ટીમની સરાહના કરવામાં આવી હતી.

તાલુકામાં ૮૦% ઉપર વસૂલાત કરનારી તમામ ગ્રામ પંચાયતોના સરપંચ અને તલાટી-કમ-મંત્રીઓનો સન્માન સમારોહ હાલમાં રાજકોટની તાલુકા પંચાયત કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો.આ સમારોહમાં ૨૫ ગ્રામ પંચાયતોના સરપંચશ્રી અને તલાટી કમ મંત્રીશ્રી હાજર રહ્યા હતા. જેઓને પ્રમાણપત્ર પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનોમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી એન.એમ.તરખાલા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભાવનાબેન પ્રકાશભાઈ કાકડીયા, કારોબારી ચેરમેનશ્રી ચેતનભાઈ પાણ, પ્રમુખ પ્રતીનિધિશ્રી પ્રકાશભાઈ કાકડીયા, રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેનશ્રી જયેશભાઈ બોઘરા,તા.પં.સદસ્યશ્રી નિલેશભાઈ પીપળીયા,જાળીયા ગામના પ્રતિનિધિ જે.કે.પીપળીયા, તા.પં.સદસ્ય પ્રતિનિધિ વિક્રમભાઈ હુંબલ,તા.પં.સદસ્ય પરસોતમભાઈ મેવાસિયા,પૂર્વ કારોબારી ચેરમેનશ્રી વનરાજભાઈ ગરૈયા,પૂર્વ તા.પં.સદસ્ય બાબુભાઈ હાજર રહ્યા હતા.
નોંધનીય છે કે, તાલુકા પંચાયત દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ૬,૪૧,૧૭,૧૧૮ રૂપિયાની વસૂલાત થઈ છે. જ્યારે વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ૪,૮૩,૮૭,૬૩૪ રૂપિયાની, વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ૩,૮૧,૫૩,૭૬૦ રૂપિયાની, વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ૫,૮૨,૯૭,૮૦૦ રૂપિયાની, જ્યારે વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન ૫,૫૭,૬૧,૦૦૦ રૂપિયાની વસૂલાત થઈ હતી.








