
૧૫ માર્ચ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા
ઘણીવાર ખીચડીનો ખીચડો બની જાય છે જેટલું મોણ નાખો એટલી રોટલી નરમ સુવાળી થાય.
ઘણીવાર વધારે પડતો તડકો ભડકો થાય તો રોટલી બળી પણ જાય.
ઘણીવાર પાપડી ભેગી પણ બફાઈ જાય છે.
આપણે જોઈ રહ્યા છીએ કે ૨૦૦૫થી શરૂ કરીને આજ સુધીનો આર.ટી.આઈ. યાત્રાનો ઇતિહાસ જોઈએ તો ખુશ કે નાખુશ થવાની જરૂર નથી. નાગરીકો નસીબદાર છે કે હજુ પણ આપણો આ માહિતી અધિકાર લૂલોલંગડો, લાચાર જેવો હોય તેવો જીવતો છે.
આપણાં મોદી સાહેબ, શાહ સાહેબ, રાહુલજી, કેજરીવાલજી ભલે સંસદ કે ધારાસભામાં સુચના અધિકારના મુળ હેતું આદર્શ જોગવાઇને જૂતાં ભેગી કરતાં હોય, આયોગને પીંજરા નો પોપટ બનાવવાં નવા નવા કાયદા જેવાં કે ડેટા પ્રોટેક્શન એક્ટ લાવતાં હોય, રાષ્ટ્ર સુરક્ષા, વેપાર ધંધા ને વ્યકિત વિશેષ હિતના ઓઠા હેઠળ સંસદે પસાર કરેલ કાયદાને તોડી મરોડી રહ્યાં હોય એવા સમાચાર જોવા જાણવા મળે છે. એ સત્ય ના હોય તો સારુ!
જાહેર સભાઓમાં આ નેતા વિશેષસ: અભિનેતાઓ આપણી લોકશાહી,પારદર્શિતા, જવાબદેહીતા , નાગરીક અધિકાર અમલ, સમયઅવધિ અનુસાર કામ પૂરાં કરવાના, ખાતમુહૂર્ત અને લોકાર્પણની વાતો કરતા જ છે, એમણે જાહેરમાં અર્ધસત્ય બોલવું તો પડે છે ને.
આ છે આપણું સદનસીબ.
ગુજરાતની વાત કરીએ તો અમુક મુદ્દાઓ એવા છે જે આપણને વિચારવા અને વિઘટિત છીએ એમાંથી સંગઠિત થવા માટે પ્રેરણા આપે છે.એ માટે જ આપણાં આરટીઆઇ કાર્યકર્તાના આગેવાન વડીલો, એનજીઓ, મંડળો અને આપણે છેલ્લા બે વર્ષથી તનતોડ મહેનત કરી રહ્યા છીએ. એના પરિણામ આપણને મળી રહ્યા છે. દબાઈ ગયેલો અવાજ પડઘો બની રહ્યો છે, એક નાનો વિચાર મહાસંગઠન માં સાકાર સફળ થઈ રહ્યો છે. ઘણાં આવાં સમયે તકવાદી ચોમાસાના દેડકાં બની ફુદક ફૂદક ડ્રાય ડાંઉં કરે છે અને ઘણાં કોમર્શિયલ પ્રોજેક્ટ ઘોષિત કરે છે.
“”ચલતીકા નામ ગાડી,””” એવું ચાલે છે, પરંતુ ના જ ચલાવવું જોઈએ!
અનેક હત્યા, મારામારી, ખંડણી, ધમકી, આત્મહત્યા , તોડપાણી, બ્લેકમેઇલીંગ,કાયદાના રાજમાં કલંક છે.
આવું ચલણ અને વલણ અદાલતોમાં નથી. અદાલત આંધળી નથી હોં. આપણે આળસું છીએ, પૈસાથી લાચાર છીએ. વકીલોના અંધ ભક્ત છીએ.
જાગૃત અને સાવધાન રહેવું પડે.
વિચાર તો કરો , જે માહિતી જાહેર સેવા સત્તામંડળ દ્વારા ફરજીયાત સ્વયં શિસ્ત ભાગ રૂપે જાહેર કરવાની છે એ કરતાં નથી , અને માહિતી માગો તો અળખામણા ? કોઈ અધિકારીના દુશ્મન ? જાણે કોઈના બાપની લૂંટાઈ જાય છે જણસ ?
કાવાદાવા શરુ, માહિતીની અરજીઓ વાંચ્યા સમજ્યા વગર તબદિલ કે નિકાલ કરવામાં આવે છે. મારી રાઈટ ટુ સીટીઝન પબ્લિક સર્વિસ એક્ટ RCPS ACT ને લગતી આરટીઆઇ એકટ કરેલી એક જ માહિતી અરજી ૨૦૦ જાહેર સેવા સત્તા મંડળમાં તબદિલ કરવામાં આવી હતી,
થાકી જાઓ તો કેમ ચાલે? જવાબ માગવા અને આપવાં જ પડે.
આરટીઆઇ એકટ મુજબ નિયતનમુના માં જવાબ પણ આપવામાં નથી આવતાં.
અધિકારીઓ એમની કચેરીના વેપલા, ભાંડા, ગફલા છુપાવવા માહિતી અધિકારીના નિયમ ભંગને છાવરે છે . જનસેવક ,જાહેર નોકરીની નાગાઈથી થાકી માહિતી મેળવવા મથામણ કરતો નાગરિક વારંવાર જુદીજુદી માહિતીની અરજીઓ કરી કોઈપણ રીતે એને પોતાને જરુરી માહિતી મળી રહે એ માટે પ્રયત્ન કરે છે, જેવી આવડે એવી આરટીઆઇ એકટ હેઠળ અરજી ઉપર અરજી કરે છે. હક માગે છે ભીખ નથી માગતા.એ ખોટું પણ નથી અને સીધી દિશામાં પણ આરટીઆઇ અરજી કરો તો પણ માર્ગદર્શન કે માહિતી મળતી નથી .
દેર છે કે અંધેર?
આવા કેસોમાં ત્યારે બીજી અપીલ આયોગમાં કરવામાં આવે છે ત્યારે માહિતી અધિકારીઓ અપીલ અધિકારીઓ આયોગ કમિશનરો ની વચ્ચે અરજદાર ફસાઈ ગયા છે એવું ચિત્ર ઊભું થાય છે કે ફલાણો ઢીકનો નવરો છે અને સરકારી તંત્રનો સમય બગાડી ત્રાસ આપે છે.
પ્રજાના પૈસે તાગડધિન્ના કરવાને કહેવું કે આરટીઆઇ કાર્યકર્તા ત્રાસ આપે છે.
આવી ચાલાકીના ભોગ અનેક આરટીઆઇ અરજદાર બન્યાં છે.
રાજ્ય માહિતી આયોગ કમિશનર ગાંધીનગરના ચુકાદાનું પાલન કરાવવામાં આયોગ કમિશનર સાહેબો ને શરમ આવતી હોય એવું લાગે છે. તો પછી ઓર્ડર ઓર્ડર ઓર્ડર નો શો અર્થ?
એક પાનના બે રૂપિયા માહિતી જાહેર કરવાથી સરકારની તિજોરીમાં કરોડો રૂપિયા જમા થાય એમ છે.
સરકારી તિજોરી ખાલી કેમ છે?
આયોગ પાછળ કરોડો રૂપિયાનું રોકાણ અને કાયદા ની કતલ મોકાણ.
ત્રીસ દિવસની અંદર માહિતી પુરી પાડવાની જોગવાઇ શરતનો ભંગ સામે બે ચાર દસ હજાર નો દંડ અને એ પણ દોઢ બે વરસની લડત બાદ,
કેવો ન્યાય? અદાલત માં દેર છે કે અંધેર?
છેલ્લા એક વર્ષથી રાજ્ય માહિતી કમિશનને કોઈને ગેરકાયદેસર બ્લેકલિસ્ટ કર્યા નથી , એ આવકાર્ય છે પરંતુ સનાવણી દરમિયાન ફરિયાદીને જ અપમાનીત કરવાના અનેક કિસ્સાઓ જોવા મળે છે.
ગુજરાતનાં આરટીઆઇ કર્મશીલ અનેક વખત રાજયપાલજી , આયોગ કમિશનરશ્રી, અદાલત આંગણે, મુખ્યમંત્રીશ્રી, કાયદામંત્રીશ્રીને લખી લખી મળી મળી કાયદાનું પાલન થાય એવી અરજ કરી ચુક્યા છે.
કાયદાના રક્ષક ભક્ષક તો નથી ને?
દિપક પટેલ સુરત શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્માણ પામેલા મકાનોને રાતોરાત કોમર્શિયલ પ્રોજેક્ટ ઘોષિત કરી દીધાના સમાચાર અને લોકોના વિરોધ ને જોઇ સાચી વાત જાણવા મેં માહિતી માગી, અપીલ કરી, મારે મારા જ પોલીસ રક્ષણ માટે પોલીસ બોલાવવી પડી હતી તમામ દસ્તાવેજ કચેરીમાં હાજર હતા તેમ છતાં માહિતી છુપાવવામાં આવી, એનો ઉલ્લેખ રોજકામમાં કરવામાં આવ્યો.આ જ એક કેસમાં બીજી અપીલ કરી ત્યારે માહિતી કમિશનર ખુદ સુનાવણીમાં બોલે છે કે તમે ગુજરાત હાઇકોર્ટ જાઓ ત્યારે મારે કહેવું પડ્યું કે સાહેબશ્રી આપ ગુજરાત હાઇકોર્ટના ટાઉટ દલાલ કે એજન્ટ નથી. મેં સલાહ નહીં ન્યાય માંગ્યો છે!
માત્ર પંદર દિવસમાં જ બાંઘકામ વિકાસ રજા અને વપરાશ રજા,
એમાં એવો ભ્રષ્ટાચાર કે કરોડો રૂપિયા જમા કરાવી લોકો એ સરકારી રહેણાંક મકાન ખરીદ્યા તો પાર્કિંગ ગાયબ, રસ્તા ગાયબ, મારજીન જગ્યા માં દુકાનો અને પ્રોજેક્ટ કોમર્શિયલ અને રહેણાંકનો ખીચડો.
રાતો રાત ફાઇલ ફેરફાર, જુના નકશા ગાયબ, નવા નકશા તૈયાર અને રાજ્ય માહિતી આયોગ કમિશનર ગાંધીનગર સલાહ આપે છે કે માહિતી એમની પાસે છે જ નહીં જાઓ કોર્ટમાં,
કોર્ટ અદાલતમાં દેર છે અંધેર નથી, મારી પાસે પૈસાનો ઢગલો ઢેર નથી.
જો હું રણટંકાર કરું તો… થર્ડ પાર્ટી?
જનહિતમાં લોકોને મદદ કરવા, કોઈ એનજીઓના નામે ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવે છે ત્યારે એમનું કોઈ અંગત હિત હોતું નથી કે જાહેરકાયદાનું હિત હોય છે! તેમ છતાં થર્ડ પાર્ટી અરજદાર દંડાય છે.
નામદાર અદાલતમાં દાવા કરતા હોય છે ત્યારે ઘણીવાર નિરાશ થવું પડે આ તબક્કે મારે કહેવું છે કે અદાલતો આંધળી નથી નામદાર અદાલત કોર્ટમાં બેઠેલા ન્યાયાધીશો અરજદારની અરજી પરથી અરજદારની ઓકાત અને એની દાનત ઓળખી લે છે સાચા વ્યક્તિને ન્યાય ના મળે એવું પણ બને છે. પરંતું પૈસા સમય હોય,ધકકા ખાવાની તાકાત હોય હા એ વાત જરૂર કે અદાલતોમાં દેર છે .લડવું પડશે એ નક્કી વાત છે. હું ખાનગી શાળાનો નજીવા પગારે જીવન જીવવાના ફાંફાં મારતો શિક્ષક. મારી આરટીઆઇ યાત્રામાં મારી ઉપર પણ ઘણા બધા આક્ષેપો થયા પોલીસ કેસ થયા દરેક વખતે મને મિત્રોનો સાથ અને કોર્ટમાંથી ન્યાય મળેલ છે અને હું આજે આપની સમક્ષ લખવા ઉપસ્થિત છું.
હવે કોઈ એકલો અટૂલો લાચાર બની જાય નહીં. એ માટે મહાસંગઠનની ટેક ઠાની છે.
અહીં પ્રશ્ન એ પણ જાય છે આપણો આ માહિતી અધિકાર બે પ્રકારના લોકોને કારણે બદનામ છે એક તો જે ચોરી, છીનાળવા, ભ્રષ્ટાચા ર ,ખોટું કરે છે અને ભ્રષ્ટાચાર છુપાવવા કથિત તોડબાજ કથિત સામાજિક કાર્યકરોને ખુશ રાખવા સેટિંગ કરે છે એને કારણે કાયદો બદનામ થાય છે. ઘણા એવા પણ છે કે જેઓ માહિતીઓ માગી માગીને, બીજાની અરજીઓ નો મિસ્યુઝ કરીને પોતાનું ગુજરાત પણ ચલાવે છે. ગામ હોય ત્યાં ઉકરડા હોય જ.
ઉકરડા ગામ બહાર સારા. નહિતર આખું ધામ ગામ ગંધાય.
પરંતુ આપણે આંધળા નથી સમાજ આંધળો નથી અને અદાલત પણ આંધળી નથી હવે પ્રશ્ન અહીં એ છે કે શું આપણે જાતે આંખો બંધ કરી અંધ બની જવું ? શું આપણે પાંગળા બની જવું ?
તમામ સમસ્યાઓના નિકાલ માટે ફક્ત અને ફક્ત એક જ વિકલ્પ કોઈપણ ધર્મ, નાત, જાત, પક્ષ , પંથ, વાડા, સંપ્રદાય, સાધુ, મહંત ,મુલ્લાંના ભેદભાવ, તરફદારી છોડી, મતભેદો ભુલાવી,
અહમ, છોડી ખોટી ફાંકા ફોજદારી છોડી, આપણા માહિતી અધિકાર, લોકશાહીના ધબકાર, આપણા લોકતંત્રના પ્રાણ એવા મૂળભૂત પાયાના અધિકારને આપણે ૨૦૦૫માં મેળવ્યો છે એને સક્ષમ સુરક્ષિત બનાવીએ અને સામુહિક જન હિતમાં ભેગા મળી સાથે મળી કોઈ એક વ્યક્તિને કાનૂની ખર્ચ ના ઉપાડવો પડે એ રીતે નામદાર અદાલતના દરવાજા ખખડાવીએ,
હિંમત,હક,અધિકાર, કાયદો નિયમ, નીતિ બચશે તો જ સંવિધાન બચશે.
મને વિશ્વાસ છે અદાલત અને અદાલતમાં અન્યાય નથી. માહિતી અધિકાર અઢાર વર્ષનો થયો છે. આપણે પણ કોઈનો વાંક દોષ કરતા પહેલા એ પણ યાદ રાખવું જોઈએ એક જંગલી શિયાળ બોલ્યું હતું.
માહિતી અધિકાર રાષ્ટ્રીય મહાસંમેલન અમૃત મહોત્સવના આયોજક સભ્ય સદસ્ય દીપક પટેલ.








