
તા.૧૪ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
સ્થાનિક ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા તેમજ ગુજરાત યુવા પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ એ પણ ફૂલહાર અર્પણ કર્યા હતા
ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મજયંતી નિમિત્તે જેતપુર શહેરનાં તમામ વિસ્તારમાંથી વિશાળ રેલી યોજી હતી. જેમાં નાના વડીલો યુવકનો સહિતના લોકો રેલીમાં જોડાયા હતા અને બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ જેતપુર જામકંડોરણાના યુવા ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી, આ તકે ગુજરાત યુવા પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ પણ ગોંડલ દરવાજા વિસ્તારમાંથી નીકળેલી રેલીમાં જોડાયા હતા. દલિત સમાજ લોકોએ ‘બાબાસાહેબ અમર રહો’ ના નારા લગાવ્યા હતા.

ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકરની 132મી જન્મ જયંતીની શાનદાર ઉજવણી થઈ રહી છે, ત્યારે જેતપુર શહેરના કણકિયા પ્લોટમાં સરદાર ગાર્ડન પાસે આવેલી બાબાસાહેબની પ્રતિમાને તમામ દલિત સમાજ આગેવાનો તેમજ રાજકીય નેતાઓ સહિત દ્વારા ફૂલહાર પહેરાવી ‘બાબાસાહેબ અમર રહો’ના નારા લગાવ્યા હતા આ પ્રસંગે શહેરના તમામ દલિત સમાજ વિસ્તારમાંથી બાબાસાહેબની વિશાળ રેલી યોજાઇ હતી.
તેમજ રેલી શહેરના સરદાર ગાર્ડન પાસે આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાએ પહોંચી હતી જ્યાં, દલિત સમાજે “જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા” અને “બાબા સાહેબ અમર રહો” તેવા નારા લગાવી બાબા સાહેબે દેશમાં દલિતો, વંચિતો, શોષિતો માટે કરેલા કાર્યોને યાદ કરી તેમના આદર્શોને જીવનમાં ઉતારવાની પ્રેરણા લીધી હતી.








