INTERNATIONAL

ઈન્ડોનેશિયામાં આવ્યો 7.0 ની તીવ્રતાનો ભારે ભૂકંપ

ઈન્ડોનેશિયામાં આજે ફરીથી ધરા ધ્રૂજી છે. ઈન્ડોનેશિયાના તુબનથી 96 કિમી ઉત્તરમાં આ ઝટકા લાગ્યા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.0 માપવામાં આવી છે. USGSના જણાવ્યા મુજબ ભારતીય સમય અનુસાર બપોરે 3.45 વાગ્યે ઈન્ડોનેશિયાના તુબાનથી 96 કિમી ઉત્તરમાં ભૂકંપ આવ્યો છે. હજુ સુધી જાનમાલની નુકસાનીના કોઈ સમાચાર આવ્યા નથી.
યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS)ના જણાવ્યા અનુસાર બુધવારે ઈન્ડોનેશિયામાં ભયંકર ભૂકંપ આવ્યો છે. આ સિવાય ગઈ કાલે પણ ઈંડોનેશિયામાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. અહીં તનિંબર આયર્લેન્ડમાં આ ઝાટકા લાગ્યા હતા. ભૂકંપની તીવ્રતા 4.9 રિક્ટરસ્કેલ હતી. ભૂકંપની ઊંડાઈ 70 કિમી પર હોવાને કારણે ઝટકો હળવો લાગ્યો હતો. કોઈ જાનમાલની નુકસાની થઈ નહોતી.
ઈન્ડોનેશિયાની ભૂસ્તરશાસ્ત્રીય એજન્સીએ આ ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 594 કિલોમીટર અંદર હોવાનું જણાવી સુનામીની આવવાની શક્યતાઓને નકારી કાઢી છે.  ઈન્ડોનેશિયાની ડિઝાસ્ટર એજન્સીના પ્રવક્તાને ટાંકીને રોયટર્સે જણાવ્યું કે, સુરબાયા, તુબન, દેનપસાર અને સેમારંગમાં ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો છે. ભૂકંપ જમીનની અંદર ખૂબ જ ઊંડાઈમાં આવ્યો હોવાથી હજુ સુધી કોઈ નુકસાનની જાણ થઈ નથી. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC)એ 592 કિમી (368 માઇલ)ની ઊંડાઈમાં 6.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાનું દર્શાવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button