
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ભારતના બંધારણના ઘડવૈયા અને મહામાનવ ડો.બાબા સાહેબ આંબેડકરની 132 મી જન્મ જ્યંતિની ઉજવણી અરવલ્લી જીલ્લાના મોડાસા શહેર સહીત અનેક વિસ્તારોમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી. અનુસૂચિ જાતિ સમાજના અબાલ, વૃદ્ધ, યુવા સૌ ભીમ મય બન્યા હતા. જીલ્લામાં ઠેર ઠેર ડો.બાબા સાહેબ આંબેડકરની રેલીઓ,સભાઓ,ફિલ્મ પ્રદર્શન અને રાત્રી કાર્યક્રમોનું આયોજન વિવિધ સંગઠનો અને સંસ્થાઓ દ્વારા યોજાયા હતા.
જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ડો.આંબેડકર સેના અરવલ્લી, જય ભીમ ફાઉન્ડેશન અને અનુસૂચિત સમાજ દ્વારા ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જીલ્લાના પ્રજાજનો ઉમટી પડ્યા હતા. અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ભીમ સૈનિકો અને અનુસૂચિત જાતિ સમાજના યુવાનો અને અગ્રણીઓ એ ડો.બાબા સાહેબ આંબેડકરની 132 મી જન્મજ્યંતિ નિમિત્તે ભવ્યરથયાત્રા અને રેલીનું નું આયોજનકરવામાં આવતા રથયાત્રા અને રેલીમાં યુવાનો,મહિલાઓ અને ભૂલકાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. મોડાસા ચાર રસ્તા પર આવેલા બી.આર.સી ભવનના મેદાનમાંથી ડો.બાબાસાહેબ આંબેડકર ની ભીમ રેલી શહેરના મુખ્યમાર્ગો જેવા કે, બસ સ્ટેશન વિસતાર, રામપાર્ક સોસાયટી, માલપુર રોડ, ડીપ વિસ્તાર થઈ પરત ફરી હતી. રથયાત્રામાં ડી.જે. ના તાલે ડો.બાબા સાહેબ આંબેડકર ન જીવનચરિત્ર પર બનેલા ગીત-સંગીતના તાલે જુમી ઉઠ્યા હતા મોડાસા શહેરના માર્ગો જય ભીમના નાદથી ગુંજી ઉઠ્યા હતા.
મોડાસા ખાતે યોજાયેલી ડો. બાબા સાહેબની શોભાયાત્રામાં મોડાસાના ધારાસભ્ય અને મંત્રી ભિખુસિંહ પરમાર પણ જોડાયા હતા. આ સાથે જ મોટી સંખ્યામાં શહેરના આગેવાનો, યુવક- યુવતીઓ, મહિલાઓ તેમજ બાળકો પણ આ યાત્રામાં જોડાયા હતા અને બાબા સાહેબને પુષ્પાંજલી અર્પણ કરી હતી.








