
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી
બેઠક વ્યવસ્થા, પરિવહન, પાર્કિંગ વિગેરે વ્યવસ્થા સુદ્રઢ કરવા આયોજન હાથ ધરાયું માન.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૧૮ એપ્રિલ ૨૦૨૩ ના રોજ નવસારીના કસ્બાપાર ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જે અંતર્ગત તૈયારના ભાગરૂપે આજે નવસારી જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ, પોલીસ અધિક્ષકશ્રી ઋષિકેશ ઉપાધ્યાય , નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોશી સહિત વરિષ્ઠ અધિકારીશ્રીઓએ કસ્બાપાર ખાતેના સભાસ્થળ અને ભૂમિપૂજન સ્થળની મુલાકાત લીધી હતી. જયાં કલેકટરશ્રીએ અધિકારીઓને કાર્યક્રમના સૂચારૂ આયોજન અર્થે દિશાસૂચન તથા જરૂરી માર્ગદર્શન પૂરુ પાડયું હતું.
કસ્બાપાર સ્થળ મુલાકાત દરમિયાન કલેકટરશ્રીએ બેઠક વ્યવસ્થા, પરિવહન, પાર્કિંગ, હેલિપેડ સ્થળ અને કોન્વોયની કામગીરી તથા ઉપસ્થિત રહેનાર લોકો માટે સુવિધાઓ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. મેડિકલ ટીમ, ઈન્ટરનેટની વ્યવસ્થા સહિતના મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.