JETPURRAJKOT

જેતપુર તાલુકામાં ૧૬ અને ૨૩ એપ્રિલ, રવિવારએ યોજાશે, મતદારયાદી સંબંધિત સુધારા માટે “ખાસ ઝુંબેશ”

તા.૧૩ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

જેતપુરમાં ૩૦૦ મતદાન મથકો ઉપર કુલ ૨,૭૪,૦૪૯ મતદારો

૭૪-જેતપુર વિધાનસભા મતદાર વિભાગમાં તા. ૨૩/૦૪/૨૦૨૩ સુધી “મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા” કાર્યક્રમ યોજાનાર છે. જે અન્વયે મતદારયાદી સંબંધિત તમામ પ્રકારના સુધારા કરી શકાશે.

૭૪-જેતપુર વિધાનસભા મતદાર વિભાગના મતદાર નોંધણી અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.એ.કાલરીયાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ અન્વયે દરેક મતદાન બુથ ઉપર તા.૧૬/૦૪/૨૦૨૩, રવિવાર તથા તા.૨૩/૦૪/૨૦૨૩, રવિવાર ના રોજ સવારે ૧૦ થી સાંજના ૫ વાગ્યા સુધી ખાસ ઝુંબેશ યોજાશે. જેમાં તા. ૧ લી ઓકટોબર, ૨૦૨૩ સુધીમાં ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમર પૂર્ણ કરતાં હોય તેવા યુવા મતદારો મતદારયાદીમાં નામ દાખલ કરાવી શકશે.

જેતપુરમાં ૩૦૦ મતદાન મથકો ઉપર ૧,૪૨,૮૯૭ પુરુષ મતદાર, ૧,૩૧,૧૪૮ સ્ત્રી મતદાર, ૦૪ થર્ડ જેન્ડર મતદાર સહિત કુલ ૨,૭૪,૦૪૯ મતદારો નોંધાયેલા છે. જેતપુરના મતદારો મતદારયાદીમાં સમાવિષ્ટ નામમાં સુધારા વધારા, અવસાન પામેલ મતદારોના નામ કમી સહિતના સુધારા તથા વધુ વિગતો માટે નજીકના મતદાન મથક ખાતે બુથ લેવલ ઓફિસરનો અથવા મામલતદાર ઓફિસ જેતપુરનો સંપર્ક કરી શકાશે.

[wptube id="1252022"]
Back to top button