RAJKOTRAJKOT CITY / TALUKO

૫ વર્ષની બાળકી ઉપર ચોકલેટની લાલચ આપી કારખાનામાં લઇ જઇ અધમ કૃત્ય આચર્યું

રાજકોટમાં માત્ર 5 વર્ષની બાળકી ઉપર અધમ કૃત્ય ગુજારાયું હતું. આરોપી પણ તરૂણ છે. તેણે ચોકલેટની લાલચ આપી પૂંઠાના જે કારખાનામાં કામ કરતો હતો તેમાં બાળકીને લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યુ હતું.  ભોગ બનનાર બાળકીએ ઇશારા મારફત માતાને આપવિતી જણાવી હતી. જેના આધારે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા આરોપી તરૂણની અટકાયત કરવામાં આવી હતી.

ભોગ બનનાર બાળકીની માતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ગઇકાલે સાંજે 7.30 વાગ્યે સાસુ, નણંદ અને પાંચ વર્ષની ભોગ બનનાર દીકરી સાથે ઘરે હતી ત્યારે પાડોશીની પુત્રી સાથે તેની ભોગ બનનાર દીકરી રમવા ગઇ હતી. દસેક મિનિટ બાદ રડતી રડતી ઘરે આવી હતી. જેથી તેને કેમ રડે છે, કોઇએ મારેલ છે કે કેમ તેમ પૂછતા ઇશારાથી ગુપ્ત ભાગ તરફ આંગળી ચીંધી કહ્યું કે તેને બળતરા થાય છે.

વધુ પૂછપરછ કરતાં કહ્યું કે બાજુમાં આવેલા કારખાનામાં કામ કરતા છોકરાએ તેને ચોકલેટ આપવાનું કહી કારખાનામાં લઇ જઇ તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યાનું ઇશારાથી જણાવ્યું હતું.

જેના પૂરાવારૂપે તેની ભોગ બનનાર પુત્રીનું લેગીંસ ફાટી ગયું હતું. જેથી તત્કાળ પરિવારના સભ્યોને જાણ કર્યા બાદ પુત્રીના કહ્યા મુજબ તે કારખાને ગયા હતા. જ્યાં પુત્રીએ તેની ઉપર દુષ્કર્મ ગુજારાયું તે જગ્યા અને તે છોકરાને ઓળખી બતાવતા તેને લઇ એ ડીવીઝન પોલીસ મથકે જઇ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે આરોપી સગીર વયનો જણાય છે. મૂળ ઉત્તરપ્રદેશના ગોંડા જિલ્લાનો વતની છે. એકાદ માસ પહેલા રાજકોટ આવ્યાનું કહી રહ્યો છે. જ્યાં ઘટના બની તે કારખાનામાં ત્રણ-ચાર દિવસથી જ નોકરીએ લાગ્યો હતો. હિન્દી ભાષા પણ સરખી રીતે સમજતો નથી. હાલ ગોળ-ગોળ બોલે છે. ખરેખર સગીર છે કે કેમ તેની ખરાઈ હાલ કરવામાં આવી રહી છે. જો સગીર હશે તો તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

બીજી તરફ આ ઘટનાને પગલે ઉદ્યોગનગર કોલોની વિસ્તારના રહીશોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. વિસ્તારમાં ઠેર-ઠેર આપણી બેન-દિકરીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ રહેવાસીઓને તેમની ઓરડી પરપ્રાંતિયોને ભાડે નહીં આપવા, દારૂ અહીં નહીં અહીંથી 500 મિટર દૂર લોહાનગરમાં મળે છે તથા ગઇકાલે આપણી દીકરી સાથે થયેલી દુઃખદ ઘટના બાદ પરપ્રાંતિય હેવાની શખ્સોથી ચેતવવામાં આવે છે તે પ્રકારના પોસ્ટરો લાગ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button