
રાજકોટ શહેરની મહિલા પોલીસ સ્ટેશનમાં 16 વર્ષીય સગીરાએ રફીક આરબ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. મળતા અહેવાલ પ્રમાણે એકલતાનો લાભ લઈને હેવાને દુષ્કર્મ આચર્યું હતું, સાથે સાથે સગીરાને ધાક-ધમકી પણ આપી હતી.રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આરોપી વસવાટ કરે છે, નરાધમે સગીરાને ઘરે બોલાવી અને દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને પેટમાં દુખાવો થતા આખા ષડયંત્રનો ભાંડો ફૂટ્યો હતો.
ઘરમાં કોઈ નહોતું ત્યારે એકલતાનો લાભ લઈને આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરા સાથે દુષ્કર્મ આચનાર શખ્સ રફીક બે સંતાનનો પિતા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રફીક પીડિતાના પિતાનો મિત્ર છે. દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે દબોચ્યો છે.

[wptube id="1252022"]








