LUNAWADAMAHISAGAR

NMMS પરીક્ષામા બ્રાન્ચ શાળા નં.5,લુણાવાડાના બાળકો એ શાળા અને સમાજનું નામ ઉજાળ્યું.

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

NMMS પરીક્ષામા બ્રાન્ચ શાળા નં.5,લુણાવાડાના બાળકો એ શાળા અને સમાજનું નામ ઉજાળ્યું.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલ પરીક્ષામાં બ્રાન્ચ શાળા નં. 5,લુણાવાડાના 20 બાળકો પાસ થયા છે. તેમાંથી 5 બાળકોનો મેરિટમાં સમાવેશ થયો છે.મહીસાગર જિલ્લામાં જમાલ આલીયા એ 12 મો ક્રમ,શેખ આફરીને 18 મો ક્રમ, ટોપીવાલા મુસ્કાને 33 મો ક્રમ,શેખ આફીયાએ 49 મો ક્રમ અને શેખ સાલેહે 62 મો ક્રમ મેળવી શાળા અને સમાજ નું નામ રોશન કર્યું છે તે બદલ શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.શાળાના આચાર્ય હારીશભાઈ શેખ ની રાહબરી અને શાળા ના આસિ. શિક્ષકો ખલીલ ભાઈ શેખ તથા હિતેશભાઈ પ્રજાપતિ એ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ બાળકોને અનુક્રમે ધો.9 મા 12000,ધો.10 મા 12000,ધો.11 મા 12000 અને ધો. 12 મા 12000 એમ મળી કુલ 48000/- રુપિયાની શિષ્યવૃત્તિનો લાભ મળવાપાત્ર થશે.

[wptube id="1252022"]
Back to top button