NAVSARI

નવસારી: કાલિયાવાડી વિસ્તારમાં ચાલતી લક્ષ્ય ગ્લોબલ નામની શાળાને શિક્ષણ અધિકારીની નોટિસ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી

નવસારી શહેરના કાલિયાવાડી વિસ્તારનાં ગ્રીડ રોડ પર આવેલ લક્ષ્ય ગ્લોબલ શાળા જે હાલ શરૂ કરવામાં આવી છે જેની પરવાનગી ૬થી ૮ ધોરણની પરવાનગી અપાઈ છતાં ધોરણ ૯ થી ૧૨ સુધીના ધોરણ શરૂ કરી દેવામાં આવતા સંચાલકોને જિલ્લા શિક્ષણઅધિકારી નોટિસ ફટકારી સંસ્કારી નગરી નવસારીના કાલિયાવાડી વિસ્તારમાં આવેલ લક્ષ્ય ગ્લોબલ શાળા જે હાલ શરૂ કરવામાં આવી છે જેની પરવાનગી ૬થી ૮ ધોરણની માંગવામાં આવી હતી તેમ છતાં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરવાનગી વગર શિક્ષણ વિભાગના નિયમોને નેવે મૂકી ધોરણ 9 થી 12 સુધી ક્લાસ શરૂ દેવામાં આવી હતી જેની ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારીને મળી હતી જેને લઇને નવસારી જિલ્લા શિક્ષણઅધિકારી દ્વારા શાળામાં તપાસ માટે ટીમ મોકલવામાં આવી હતી.તપાસ દરમિયાન ત્યાં શાળા ચાલુ હોવાનું જિલ્લાશિક્ષણ અધિકારીને ધ્યાને આવ્યું હતું. શાળામાં વર્ગખંડો ચાલુ હતા આચાર્યની ઓફિસો પણ ત્યાં કાર્યરત હતી સમગ્ર મામલાને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળા સંચાલકોને નોટિસ આપી છે.જ્યારે નવસારી જિલ્લામાં પરવાનગી વગર વર્ગ ખંડો ચલાવતી ખાનગી શાળાના સંચાલકોમાં હડકમ્પ મચી જવા પામ્યું હતું

[wptube id="1252022"]
Back to top button