બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા મૂકવા બાબત છોટાઉદેપુર જિલ્લા કલેકટરશ્રીને દલિત સમાજ દ્વારા આવેદનપત્ર આપી લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી


નસવાડી ગ્રામ પંચાયત દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા મૂકવાના ઠરાવનું તાત્કાલિક અમલ કરાવવા દલિત સમાજ નાગરિકો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી,
ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આદેશ અનુસાર રાજ્ય સરકારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સમરસ સપ્તાહની ઉજવણી કરવાના નિર્દેશ કરીને બાબાસાહેબ આંબેડકરના વિચારો દરેક સમાજના વર્ગ સુધી પહોંચે તેવા શુભ આશાએ થી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે
આજ ડીસાના નિર્દેશનું ચુસ્તપણે પાલન કરીને સમગ્ર રાજ્યની અંદર સમરસ સપ્તાહની ઉજવણી કરાઈ રહી છે, જ્યારે નસવાડી ખાતે 2020 થી દલિત સમાજ દ્વારા પૂર્ણ કદની પ્રતિમા મૂકવા નસવાડી ગામે રાયઘોડા તણખલા ચાર રસ્તા ઉપર સમાજ કલ્યાણ વિભાગ છોટાઉદેપુર, જિલ્લા પંચાયતના વર્ષ 2020/ 21 માં ઠરાવ કરી તમામ સરકારી પ્રક્રિયાને પૂર્ણ કરીને કામગીરી સરૂ કરાઈ હતી પરંતુ આ બાબતે કેટલાક લોકો દ્વારા વિરોધ કરીને મૂર્તિ મુકવા માટેની કામગીરીને અટકાવેલ છે, તો આ સ્થાનિક તંત્રના અધિકારીઓ આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં નિષ્ફળ ગયેલ હોય આ બાબતે જિલ્લા કલેક્ટર દરમિયાનગીરી કરી તાત્કાલિક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને મૂકવા સ્થાનિક દલિત સમાજના અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવેલ છે,
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી









