
મહેસાણાની સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ની સ્થિતિને પહોંચી વળવા માટે મોકડ્રીલ યોજાઈ
જીલા કલેકટર એમ નાગરાજન મોકડ્રીલ સમયે ઉપસ્થિત રહ્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
દેશમાં કોવિડ-૧૯ નાં કેશોમાં વધારો જોવા મળેલ છે,જે અન્વયે ગુજરાત રાજ્યની ડેઝીગ્નેટેડ કોવિડ-૧૯ ની તમામ હેલ્થ ફેસીલીટી,સરકારી અને પ્રાઇવેટ સંસ્થા ખાતે કોવિડ-૧૯ નાં કેશોમાં જો વધારો થાય તેવી પરિસ્થિતિને પહોંચી વળવા પૂર્વ તૈયારીની ચકાસણી માટે તા. ૧૦ અને ૧૧ એપ્રિલ ૨૦૨૩ નાં રોજ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ છે.જેના ભાગરૂપે મહેસાણાની સિવિલ હોસ્પિટલ ખાતે જીલ્લા કલેકટર એમ.નાગરાજનની ઉપસ્થિતિમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સિવિલ હોસ્પિટલની તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.આ મોકડ્રીલમાં કોવિડ-૧૯ અન્વયે હોસ્પિટલની બેડ કેપેસીટી,માનવબળ,માનવબળની ટ્રેનીંગ એસેસમેન્ટ,રેફરલ સર્વિસ,ટેસ્ટીંગ કેપેસીટ,જરૂરીયાતની દવાઓ,ઇક્યુપમેન્ટ તેમજ મેડીકલ ઓક્સિજનની કેપેસીટી અને કાર્યપ્રણાલી ચકાસવામાં આવી હતી.આ અવસરે જીલ્લા કલેકટર એમ.નાગરાજને જણાવ્યું કે,કોરોનાના વધતા કેસોને જોતા કેન્દ્ર-રાજ્ય સરકારની તકેદારીના પૂર્વ પગલાના ભાગરૂપે આ મોકડ્રીલ આયોજિત કરવામાં આવી છે.જે અંતર્ગત હોસ્પિટલની માળખાકીય સુવિધાઓ,કોવિડ ટેસ્ટીંગની વ્યવસ્થા,ઓક્સિજનની ઉપલભ્ધતા વગેરેની ચકાસણી કરવામાં આવી હતી.આ મોકડ્રીલમાં મહેસાણાનાં ધારાસભ્ય મુકેશ પટેલ,જીલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશ,વિભાગીય નાયબ નિયામક ગાંધીનગર ડો.સતીશ મકવાણા,મુખ્ય જીલ્લા આરોગ્ય તબીબી અધિકારી ડો.અનિમેષ પટેલ,મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.મહેશ કાપડિયા વગેરે હાજર રહ્યા હતા.