
વિજાપુર ખાત્રીકુવા વેપારીઓ એસોસિએશન દ્વારા શ્રી ગાયત્રી 11 કુંડી યજ્ઞ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરના ખાત્રીકુવા વેપારી એસોસિએશન દ્વારા શ્રી ગાયત્રી 11 કુંડી યજ્ઞ બ્રહ્માણી માતાના મંદિરના નજીક માં શ્રી ગાયત્રી પરિવાર ના સહકાર થી સર્વ મંગલ સર્વ કલ્યાણ માટે યોજાયો હતો જેમાં સ્થાનીક ધારા સભ્ય સીજે ચાવડા તેમજ પૂર્વ ધારાસભ્યો રમણભાઈ પટેલ તેમજ કાંતિભાઈ પટેલ તેમજ ભાજપના અગ્રણી સહીત ઉપસ્થિત રહ્યા હતા ખત્રીકુવા વેપારી એસોસિએશન ના પ્રમુખ અંબાલાલ પટેલ તેમજ ભગવાન ભાઈ પટેલ આનંદ પેલેસ સહીત સંયુક્ત જણાવ્યું હતુંકે હાલમાં ઘણી કુદરતી હોનારતો ના બનાવો બની રહ્યા તો કુદરત પણ રૂઠી હોય તેમ વાતાવરણ પલટાય છે દરેક માટે સર્વનું મંગલ થાય તેમજ દરેકનો કલ્યાણ થાય તે માટે આ યજ્ઞ નું અયોજન કરવામાં આવ્યું છે સલામતી અને દરેક રોગ મુકત બને તંદુરસ્ત રહે તે માટે માતા ગાયત્રી સમક્ષ પ્રાર્થના અર્ચના કરવામાં આવી છે





