
બિહારના પૂર્ણિયા જિલ્લામાં 10 વર્ષની માસૂમ બાળકી પર નરાધમ યુવકે નજર બગાડીને બળાત્કાર ગુજાર્યો એટલું જ નહીં બાળકીના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી બંધ નહીં થતા માટી અને રેતી નાખી દીધી હતી. બીજી તરફ પોલીસે નરાધમની ધરપકડ કરીને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પીડિતાની માતાએ આરોપીને ફાંસીની સજાની માંગ કરી છે.
બિહારના પૂર્ણિયા જિલ્લામાં માસૂમ બાળકી બહેનપણી સાથે રમી રહી હતી તે દરમિયાન હવસખોર યુવકે અન્ય બાળકીને પોતાના ઘરે તગેડી મૂકી દીધી હતી જે બાદ 10 વર્ષીય બાળકીને અવાવરૂ જગ્યાએ લઈને બાળકીને પીંખી નાખી હતી. નરાધમ આટલેથી જ અટક્યો નહોતો બાળકીના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી બંધ કરાવવા માટે માટી-રેતી નાખી હતી.
[wptube id="1252022"]