
ઉત્તરપ્રદેશના કાનપુરમાં બાબુપુરવા સ્થિત 40 દુકાન માર્કેટમાં સવારે લગભગ 5 વાગે ભીષણ આગ ફાટી નીકળી હતી. એક દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગ ટૂંક સમયમાં આજુબાજુ આવેલી દુકાનોમાં ફેલાઈ હતી. અને થોડી જ વારમાં આગે આસપાસની 10 દુકાનોને પણ લપેટમાં લીધી હતી. ભીષણ આગ જોઈને વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી.
લોકોએ આગ અંગે પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આ દરમિયાન ફાયર બ્રિગેડના આગમન પહેલા સ્થાનિક લોકોએ જાતે આગ ઓલવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આગની માહિતી મળતાં જ ફઝલગંજ અને મીરપુર કેન્ટના ત્રણ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને લગભગ દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. તમને જણાવી દઈએ કે દર વર્ષે અહીં ચાલતી દુકાનોમાં આગ લાગવાને કારણે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થાય છે.

[wptube id="1252022"]









