
ટંકારા: હરબટીયાળી ગામે હનુમાન જન્મોત્સવની ઉજવણી
ટંકારા: ટંકારા તાલુકા નું હરબટીયાળી ગામ હનુમાનમય બન્યું 108 બાળ બંજરગબલી નગરના મુખ્ય માર્ગો ઉપર ભ્રમણ કરી મહાબલીની ઝાંખી કરાવી સમગ્ર ગામમાં પવનપુત્રના ગગનભેદી નારા ગુજી ઉઠેલ. અંજનીના જાયા માટે માર્ગો ઉપર રંગોળી અને રથોને શ્રીંગાર કર્યો સાંજે આખા ગામ માંટે મહાપ્રસાદ યોજાયેલ

ટંકારા તાલુકાના હરીયાળા હરબટીયાળી ગામે ધાર્મિક અને સામાજિક પ્રવે અલગ અને અનોખા અંદાજમાં ઉજવણી કરવામાં આવી છે.

એકસંપ થઇ ગામજનો દ્વારા આજે શ્રી રામચંદ્રના અનન્ય ભક્ત શ્રી હનુમાનજી મહારાજના પ્રાગટ્ય દિવસે ગામના નાના નાના ભુલકાને બજરંગી બનાવી ધ્વજા પતાકા અને ડિજેના તાલે શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી આ ઉપરાંત નાની કુંવારકા પણ માથાપર સામૈયા સાથે જોડાયેલ. આખા ગામમાં રંગોળી અને શ્રીગારના અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા હતા ઝાલર ટાકણે મહા આરતી કરી સમગ્ર ગામ મહાપ્રસાદ યોજાયેલ.









