મહા સતી અનસોયા માતા મંદિર ખાતે ચૈત્રી પૂનમ નાં દિવસે દર્શન માટે ભક્તો નું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું


વડોદરા જિલ્લા નાં શિનોર તાલુકામાં પૌરાણિક મહા સતી અનસોયા માતાજીનું મંદિર આવેલું છે.
આજરોજ મહા સતી અનસોયા માતા મંદિર ખાતે ચૈત્રી પૂનમ નાં દિવસે દર્શન માટે સમગ્ર ગુજરાત ભરમાંથી ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
શિનોર તાલુકાના અંબાલી ગામ નજીક મહા સતી અનસોયા માતાજીનું મંદિર આવેલું હોય જ્યાં લોકોની મનોકામના પૂર્ણ થાય છે.તેમજ અહીંયા ની માટી લગાવવાથી કોઢ.ખરજવું જેવા ચામડીના રોગો મટી જવાની માન્યતા છે.
મહા સતી અનસોયા માતાજીનું મંદિર માં આવતા ભાવીક ભક્તો માટે મોટા ફોફડિયાના અમીન ફળિયા યોગ મંડળ ની મહિલાઓ તેમજ યુવાનો દ્વારા મફત છાસ નુ વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છેકે મહા સતી અનસોયા માતાજી ને દર ચૈત્રી પૂનમ નાં દિવસે શિનોર મામલતદાર તેમજ નાયબ મામલતદાર અને પોલીસ નાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એક કરોડ નાં ઘરેણાં પહેરાવવામાં આવતા હોય છે.જેથી મંદિર ફરતે શિનોર પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.
ફૈઝ ખત્રી..શિનોર









