SAYLA

સાયલા ખાતે ચુંવાળીયા ઠાકોર સમાજ દ્વારા વેલનાથ જયંતિ ની ઉજવણી કરાઇ.

ચૈત્ર પુનમ નાં દિવસે સમગ્ર વિસ્તારમાં વેલનાથ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી.જયારે સાયલા તાલુકા ખાતે ઠાકોર સમાજ ના ધર્મ ગુરુ વડ જોગી વેલનાથ બાપુ જન્મ જ્યંતી નિમેતે  શોભાયાત્રા.તા.6/4/2023 રોજ સાયલા ના અઘારાં ફળી થી મૉડન સ્કૂલ સુધી લાઈવ વરઘોડા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક સમાજના લોકો જોડાયા હતા અને ડીજેના તાલે તેમજ સામૈયા પણ કરવામાં આવ્યાં. ત્યારબાદ આયોજન પુણ્ય થતાં તમામ લોકોએ પ્રસાદનો લાભ લીધો હતો. આ શોભાયાત્રામાં સાયલા તાલુકા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો ના લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા.

અહેવાલ.. જેસીંગભાઇ સારોલા

[wptube id="1252022"]
Back to top button