NATIONAL

મુસ્લિમ યુવતીઓ હિન્દૂ યુવકો સાથે કરે લગ્ન, સ્વર્ગ બની જશે જિંદગી:સાધ્વી પ્રાચી

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં સર્કિટ હાઉસ ખાસે પહોંચેલા વિશ્વ હિન્દુ પરિષદની ફાયરબ્રાન્ડ નેતા સાધ્વી પ્રાચીએ ઘણા મુદ્દાઓ પર નિવેદન આપી ખળભળાટ મચીવ દીધો છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની ઘર વાપસીના નિવેદન પર સાધ્વીએ કહ્યું કે, હિન્દુસ્તાનમાં રહેનારાઓના DNA ટેસ્ટ કરવામાં આવે તો, તમામના પૂર્વજ ભગવાન રામ, કૃષ્ણ અથવા બાબા ભોલેનાથ જ મળશે. હવે એક વાળમાંથી જ DNA તપાસ થઈ જાય છે.

સાધ્વી પ્રાચીએ કહ્યું કે, જે બહેનો-દીકરીઓ 50 ડિગ્રી તાપમાનમાં કાળા કપડાં પહેરીને સમય પસાર કરે છે, જો તે દિકરીઓ હિન્દૂ યુવકો સાથે લગ્ન કરે તો ઘણા ફાયદા થશે… તેઓ સુખેથી જીવન જીવી શકશે… તેઓએ કાળા કપડામાં રહેવાની જરૂર નહીં પડે અને ટ્રિપલ તલાક અને હલાલાનો સામનો પણ નહીં કરવો પડે.

સાધવી પ્રાચીએ ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા સાંઈ બાબા પર કરાયેલા નિવેદનને પણ સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, સાંઈ બાબા પીર ફકીર હોઈ શકે છે, પરંતુ ભગવાન ન હોઈ શકે… ધીરેન્દ્ર શાસ્ત્રીએ સાંઈ બાબા અંગે સંપૂર્ણ યોગ્ય નિવેદન આપ્યું છે…

રામ નવમીએ બિહાર અને પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસાના પ્રશ્ન પર સાધ્વી પ્રાચીએ કહ્યું કે, મમતા બેનર્જી મુસ્લિમ તૃષ્ટિકરણને પ્રોત્સાહન આવી રહી છે. તેઓ જાણતા નથી કે, બંગાળમાં જે પરિસ્થિતિ છે, તે પરિસ્થિતિમાં તેઓ એક સમયે પોતે પણ સુરક્ષિત નહીં રહે…

તેમણે કહ્યું કે, બિહારમાં હિંસા થઈ રહી છે અને ત્યાંના મુખ્યમંત્રી નીતિશ કુમાર રોજા ઈફ્તારમાં ખજૂર ખાઈ રહ્યા છે. બંને રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવું જોઈએ. મમતા બેનર્જી એક નિવેદન તેમણે કહ્યું કે, હંમેશા હિંદુઓ અથવા સૈનિકો પર જ પથ્થમારો થાય છે, મમતા જણાવે કે, કોઈ અન્ય સમુદાય પર પથ્થરમારો થયો ?

[wptube id="1252022"]
Back to top button