
હળવદની બ્રહ્માણી નદીમાં ચાલતી મસમોટી ખનીજ ચોરી પર સ્ટેટ મોનીટરીંગ સેલે પાડેલા દરોડાના ઘેરા પડઘા • હળવદ પીઆઇ એમ.વી.પટેલને સસ્પેન્ડ કરતા ડીજીપી વિકાસ સહાય
હળવદ તાલુકામાં આવેલ ચાડધ્રા ગામ પાસે નદીમા રેતી ચોરી કરવામાં આવે છે તેવી ફરિયાદ મળી હતી જેના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ સી.એન. પરમારની આગેવાનીમાં ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ૧૨ હિટાચી, ૧૩ ડમ્પર, બે ટ્રક, ૩૩ મોબાઈલ, ૭ બાઇક સહિત કુલ મળીને ૧૨ કરોડથી વધુનો મુદામાલ કબજે કર્યો છે અને સ્થળ ઉપરથી કુલ મળીને ૩૦ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ૫૬ શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે સ્થાનિક પોલીસ અધિકારીની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા હતા અને શા માટે અહીના અધિકારીઓને રેતી ચોરીનું દૂષણ દેખાતું નથી તે સૌથી મોટો સવાલ હતો તેવામાં રાજ્યના ડીજીપી વિકાસ સહાયએ હળવદના પીઆઇ એમ.વી. પટેલને સસ્પેન્ડ કરેલ છે જેથી કરીને પોલીસ બેડામાં ચકચાર મચી ગયેલ છે