JETPURRAJKOT

જેતપુર ખાતે ૨૬ એપ્રિલએ “સ્વાગત” ફરીયાદ નિવારણ કાર્યક્રમ’’ યોજાશે

તા.૪ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજ્યના નાગરિકોના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નોનું નિવારણ ન્યાયિક તેમજ અસરકારક રીતે તાલુકા મથકેથી જ કરવા માટે રાજયસરકાર દ્વારા તાલુકા કક્ષાએ યોજાતા ” સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’’ અન્વયે જેતપુરના તાલુકાનો કાર્યક્રમ ૨૬ એપ્રિલએ બપોરે ૧૨.૦૦ વાગ્યે મામલતદારશ્રીની કચેરી, જેતપુર ખાતે યોજાશે.

જેતપુર તાલુકાના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો અંગેની અરજી બે નકલમાં પુરાવા સાથે મામલતદાર કચેરી, જેતપુર ખાતે તારીખ ૧૦/૦૪/૨૦૨૩ સુધીમાં રજૂ કરવા જેતપુર શહેર મામલતદારશ્રી કે.એમ.અધેરા તેમજ જેતપુર ગ્રામ્ય મામલતદારશ્રી ડી.એ ગીનીયાની સંયુકત યાદીમાં જણાવવામાં આવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button