MORBIMORBI CITY / TALUKO

મોરબી: ખાખરાળા ગામના વતની ઉપલેટા ખાતે કોલેજમાં ફરજ બજાવતા મુકેશ કુમાર કાજીયાએ પીએચડીની પદવી મેળવી

મોરબી: ખાખરાળા ગામના વતની ઉપલેટા ખાતે કોલેજમાં ફરજ બજાવતા મુકેશ કુમાર કાજીયાએ પીએચડીની પદવી મેળવી

મોરબીના પ્રાધ્યાપકે ‘સુરેન્દ્ર વર્મા કે નાટકો કી ચરિત્ર સૃષ્ટિ : એક અઘ્યયન’ વિષય ઉપર પીએચડીની ડીગ્રી હાંસલ કરીને પરિવારનું તેમજ મોરબીનું ગૌરવ વધાર્યું છે. ત્યારે તેઓ પર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે. રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

મૂળ મોરબી નજીક આવેલ ખાખરાળા ગામ ના વતની અને હાલ મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઉપલેટા માં હિન્દી વિષય પર ના અધ્યાપક તરીકે ફરજ બજાવતા મુકેશ કુમાર એ કાંજીયા એ સુરેન્દ્ર વર્મા કે નાટકો કી ચરિત્ર સૃષ્ટિ એક અઘ્યયન વિષય ઉપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આર્ટ્સ વિભાગ ના ભૂતપૂર્વ ડીન અને ઉપલેટા મ્યુનિસિપલ કોલેજ ના પ્રો ડૉ પ્રવિણસિંહ ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ મહાશોધ નિબંધ તૈયાર કરીને યુની.માં રજૂ કર્યો હતો.જે યુની.એ માન્ય રાખીને તેમને પી.એચ.ડી.ની પદવી એનાયત કરી છે ત્યારે તેમણે પી.એચ.ડી.ની પદવી મેળવી મોરબી તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે. ત્યારે તેઓ પર ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.

[wptube id="1252022"]
Back to top button