કઈ રીતે ભણસે ગુજરાત ? સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકોની ઘટ, ભાવનગરમાં કુલ 630 અને બોટાદમાં કુલ 313 જગ્યા ખાલી

ભાવનગર જિલ્લાની ઘણી સરકારી પ્રાથમિક શાળાનું બિલ્ડીંગ કે તેના ઓરડા જર્જરીત હાલતમાં છે અને આ શાળાઓમાં શિક્ષકોની પણ ઘટ વર્તાય છે. ૩૧-૧૨-૨૨ની સ્થિતિએ જોઈએ તો ભાવનગરમાં સરકારી શાળાઓમાં ગુજરાતી માધ્યમની પ્રા.શાળા ૯૩૦, માધ્યમિક શાળા ૪૫, મા. અને ઉ.મા. શાળા ૩૦ અને માગ ઉ.મા. ૧૧ શાળા છે તો બોટાદમાં ૨૨૫ પ્રા.શાળા, ૩૩ માધ્યમિક શાળા ૧૫ મા. અને ઉ.મા. શાળા અને માત્ર ઉ.મા.ની એક શાળા છે. જ્યારે ગ્રાન્ટેડની ૧ પ્રાથમિક, ૧૧ માધ્યમિક, ૨૦ મા. ઉ.મા. ૧ ઉમા. છે જ્યારે ભાવનગરમાં ૫ પ્રાથમિક, ૩૫ મા. ૯૯ મા. અને ઉ.મા. શાળાઓ ચાલી રહી છે અને આ શાળાઓમાં પણ હાલ શિક્ષકોની ઘટ હોવાનો દાવો થઈ રહ્યો છે જેમાં ભાવનગરમાં પ્રાથમિક સરકારી શાળામાં ૫૦૩ જગ્યા ખાલી અને ૬૬૭૩ ભરાયેલ છે. આચાર્યની ૪૧ ખાલી અને ૩૦૨ ભરાયેલ છે. માધ્યમિકમાં ૧૬ ખાલી ૧૦૪ ભરાયેલ છે. ઉચ્ચતર માધ્યમિકમાં ૩૨ ખાલી અને ૭૨ ભરાયેલ છે. જ્યારે બોટાદમાં પ્રાથમિક સરકારીમાં ૨૪૨ ખાલી તો ૧૮૬૯ ભરાયેલછે. આચાર્યની ૩૫ ખાલી તો ૯૧ ભરાયેલ છે. માધ્યમિકમાં ૨ ખાલી તો ૧૦૬ ભરાયેલ છે. ઉ.મા.માં ૩૩ ખાલી તો ૫૩ ભરાયેલ હોવાનું જાણવા મળેલ છે. આ વાત સરકારીની થઈ જ્યારે ગ્રાન્ટેડમાં ભાવનગરમાં પ્રાથમિકની ૨૭ જગ્યા ખાલી માધ્યમિકની ૨૭ જગ્યા ખાલી માધ્યમીકની ૧૧૮ જગ્યા ખાલી, ઉચ્ચતર માધ્યમિકની ૧૭૦ જ્ગાય ખાલી હોવાનું તો બોટાદની ગ્રાન્ટેડ પ્રા. શાળામાં ૧, માધ્યમિકમાં ૧૬, ઉચ્ચતર માધ્યમિકમાં ૨૮ જ્ગાય ખાલી હોવાનું જણાયુ છે. આમ શિક્ષકોની ગટ પણ નબળુ શિક્ષણ પુરવાર થઈ શકે છે. જ્યારે શિક્ષણનું ખાનગીકરણ તરફની દોટ પણ શિક્ષકોની ઘટ વધારવા જવબાદાર બની શકે છે. તો સામેથી તરફ સરકારી કે ગ્રાન્ટેડ શાળાનાં શિક્ષકોએ કે જે હાલ ફરજ બજાવી રહ્યાં છે. તેઓએ પોતાનું અસ્તિત્વ ટકાવવા ખાનગી શાળાનાં સ્પર્ધાત્મક યુગમાં પોતાની શાળાનું ઉત્તમ પરિણામ લાવવા અને ટકાવી રાખવા કમર કસવી પડશે અન્યથા પોતાની આળસ અને પોતાની દિલદગડાઈ પોતાને જ ભારે પડી શકે છે. જે દિવા જેવું ચિત્ર હાલ દર્શાઈ રહ્યું છે.






