નવસારી: કોંગ્રેસના રાહુલ ગાંધીના સમર્થનમાં સુરત જતા કોંગી કાર્યકરોને નવસારી પોલીસ ડિટેઇન કર્યા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી સુરતની કોર્ટમાં હાજરી આપવા આવી રહેલા કોંગ્રેસના રાહુલ ગાંધીના સમર્થનમાં મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્ર કોંગ્રેસી કાર્યકરો સુરત પહોંચી રહ્યા હોવાના સમાચાર પોલીસને મળતા તાત્કાલિક જે તે જિલ્લાની પોલીસને એલર્ટ કરીને તમામ કાર્યકરોને ડિટેઇન આદેશ કરવામાં આવ્યા હતા જેને પગલે નવસારી જિલ્લાની ગ્રામ્ય જલાલપુર સહિતના અન્ય પોલીસ સ્ટેશનના કર્મીઓએ કોંગ્રેસી કાર્યકરોને ડીટેન કરવાની શરૂઆત કરી હતી.
સુરત પહોંચી કોંગ્રેસી કાર્યકરો હોબાળો ન મચાવે તેમજ કોઈ ધરણા પ્રદર્શન સહિત આંદોલન ન થાય તે માટે રાજ્ય સરકારે આગમચેતીના પગલાં લેવાની શરૂઆત કરી છે જેના ભાગરૂપે મુંબઈથી 100 કારના કાફલા સાથે સુરત પહોંચતા કોંગ્રેસી કાર્યકરો ની નવસારી જિલ્લા પોલીસે અટકાયત કરી હતી જેમાં મુંબઈના કાર્યકરોને જલાલપુર પોલીસ સ્ટેશનને લાવવામાં આવ્યા હતા.
ચીખલી,વાંસદા સહિતના આદિવાસી પંથકમાંથી પણ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરોને સુરત પહોંચવાના આદેશ તથા જ તેઓ કાર ટુ-વ્હીલર તેમજ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં સુરત જવા ઉપડ્યા હતા જેને રોકવા માટે પોલીસની ફોજ પણ તેના કરી દેવામાં આવી હતી
પ્રાપ્ત વિગતો અનુસાર નવસારી જિલ્લામાં કુલ 98 જેટલા કાર્યરતા અટક કરવામાં આવી છે. વાંસદા પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અટક કરવામાં આવી છે.
જલાલપોર પોલીસ સ્ટેશન ખાતે તેમજ રૂરલ પોલીસ સ્ટેશન મળી કુલ 98 જેટલા સુરત ખાતે રાહુલ ગાંધી કોર્ટમાં હાજરી આપવા આવનાર હોય તેમના સમર્થનમાં જનાર કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી