LUNAWADAMAHISAGAR

મહીસાગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ની ઉપસ્થિતમાં નારી સંમેલન યોજાયુ

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

મહિલાઓના વિકાસને સમર્પિત ગુજરાત સરકાર- જિલ્લા પંચાયત પ્રમુખ

મહીસાગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ  ની ઉપસ્થિતમાં નારી સંમેલન યોજાયુ

ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર મહીસાગરના સંયુક્ત ઉપક્રમે નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપી શકાય તે હેતુસર શ્રી કે એમ દોશી હાઈસ્કૂલ ,બાકોર – પાંડરવાડા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોર ની ઉપસ્થિતિ માં નારી સંમેલન-૨૦૨૩ યોજવામા આવ્યું હતું.

આ પ્રંસગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોરે જણાવ્યુ હતુ કે, વિશ્વની અડધી જન સંખ્યા મહિલાઓની છે સામાજિક રાજકીય ઔદ્યોગિક શિક્ષણ અને અન્ય ક્ષેત્રે આજે મહિલાઓ અગત્યની ભૂમિકા ભજવી રહી છે વિજ્ઞાન, ટેકનોલોજી,સંગીત, કળા અને સાહિત્ય એમ વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પહેલા કરતા વધુ આગળ આવી રહી છે અવકાશ સંશોધન અને રમત ગમત જેવા ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી બતાવી છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, બેટી બચાવો,બેટી વધાવો અભિયાન, કન્યા કેળવણી રથયાત્રા, સરસ્વતી . સાધન સહાય યોજના મુખ્યમંત્રી મા અમૃતમ યોજના, વીમા કવચ યોજના,કન્યાઓ માટે રાજ્યમાં નિ:શુલ્ક શિક્ષણ વગેરે જેવા યોજનાકીય લાભો થકી દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં મહિલાઓની બહેતર સ્થિતિનું નિર્માણ કરવામાં ગુજરાત સરકારની શ્રેષ્ઠતા અને કર્મઠતા આપણી નજર સામે છે.ગુજરાત સરકારે મહિલાઓને પોલીસ ભરતી સહિતની તમામ સરકારી નોકરીમાં ૩૩ ટકા,સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૫૦ ટકા નેતૃત્વ સહિતના મહત્વના લાભોનો અમલ પણ વ્યવસ્થિત થાય તે સુનિશ્ર્ચિત કર્યુ છે.

[wptube id="1252022"]
Back to top button