JETPURRAJKOT

મોબાઇલ તથા સીમકાર્ડ ખરીદનાર વ્યક્તિઓના તમામ દસ્તાવેજો ૩ વર્ષ સુધી સાચવવા સૂચના

તા.૧ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

મોબાઈલ ફોનના સીમકાર્ડથી થતી ગુન્હાઇત પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી કે.બી.ઠકકરે નીચે મુજબના આદેશો જારી કર્યા છે.

મોબાઈલ ફોન તથા સીમકાર્ડ વેચતા ડીસ્ટ્રીબ્યુટર અથવા રિટેલર વિક્રેતાઓએ જૂના અને નવા મોબાઇલ ફોન તથા સીમકાર્ડ ખરીદનાર વ્યક્તિના માન્ય ઓળખપત્ર તથા રહેઠાણના દસ્તાવેજોની ચકાસણી કરી તમામ દસ્તાવેજોની નકલ સાચવવાની રહેશે, અને આ તમામ દસ્તાવેજો ડિજિટલ ફોર્મમાં નિયત નમુનાના રજીસ્ટરમાં નિભાવવાના રહેશે. આ તમામ દસ્તાવેજો ત્રણ વર્ષ સુધી સાચવવાની જવાબદારી ડીસ્ટ્રીબ્યુટર અથવા રિટેલરની રહેશે. દસ્તાવેજોની ડાટા થેફ્ટ, ડાટા લોસ કે ડાટા કરપ્ટ ન થાય તે જોવાની જવાબદારી ડિસ્ટ્રીબ્યુટર / રિટેલર વિક્રતાની રહેશે. આ હુકમોનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

[wptube id="1252022"]
Back to top button