
તા.૩૧ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
ઉમેદવારો ૧૧ એપ્રિલ સુધીમાં અરજી કરી શકશે
ડિસ્ટ્રિક્ટ કોર્ટ હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટ તેમજ રાજ્ય બહારની અન્ય કોર્ટમાં ટ્રાન્સફર થયેલ કે થનાર કલેક્ટર કચેરીના કોર્ટ કેસને લગતી કામગીરી સંદર્ભે રાજકોટ જિલ્લા માટે કાયદા સલાહકારની ૧૧ માસની કરાર આધારિત નિયુક્તિ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી રાજકોટની કચેરીમાં ૧૧ એપ્રિલ ૨૦૨૩ સુધીમાં અરજી મોકલવાની રહેશે.

અરજીપત્રકનો નમુનો તથા મહેસુલ વિભાગના તા. ૬/૩/૨૦૧૨ના ઠરાવની જોગવાઈઓ મેજિસ્ટ્રીયલ શાખામાંથી કચેરીના કામકાજના સમય અને દિવસો દરમિયાન મેળવી શકાશે. આ જગ્યા માટે અરજદારની ઉંમર ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ, ડિગ્રી ઈન લો (સ્પેશિયલ) અથવા એચ.એસ.સી. પછી લો વીથ ફાઈવ યર કાયદાના કોર્સનું પ્રમાણપત્ર ધરાવતા તેમજ ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસિફિકેશન એન્ડ રિક્રુટમેન્ટ (જનરલ) રૂલ્સ ૧૯૬૭ની જોગવાઈ મુજબ કોમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા પાસ કરેલ હોવા જોઈએ.
અરજદાર ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા અને હાઇકોર્ટની સબોર્ડિનેટ કોર્ટ, હાઇકોર્ટ કે કાયદા હેઠળ સ્થાપિત સ્થાનિક સંસ્થા, ગવર્મેન્ટ અંડરટેકિંગ બોર્ડ, કોર્પોરેશન કે લિમિટેડ કંપનીમાં એડવોકેટ કે એટર્ની તરીકે કામગીરીનો પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય અને તે અંગેનું હાઇકોર્ટના રજીસ્ટ્રાર જનરલનું, સંબંધિત કોર્ટના પ્રિન્સિપાલ જ્યુડિશિયલ ઓફિસરશ્રીનું, પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ જજશ્રીનું કે સીટી સિવિલ કોર્ટના પ્રિન્સિપાલ જજનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. ગુજરાતી ભાષા બોલી, લખી અને વાંચી શકતા તથા ગુજરાતીમાંથી અંગ્રેજી અને અંગ્રેજી માંથી ગુજરાતી ભાષાંતર કરી શકવા સક્ષમ હોવા જરૂરી છે અને તે અંગેનું હાઇકોર્ટના રજીસ્ટ્રાર જનરલ, સંબંધિત કોર્ટના પ્રિન્સીપાલ જ્યુડિશિયલ ઓફિસરશ્રી, પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ જજ, સીટી સિવિલ કોર્ટના પ્રિન્સિપાલ જજનું પ્રમાણપત્ર તેમજ કોઈ કાયદા હેઠળ સ્થપાયેલ સ્થાનિક સંસ્થા, ગવર્મેન્ટ અંડરટેકિંગ બોર્ડ, કોર્પોરેશન કે લિમિટેડ કંપનીના કેસમાં હેડ ઓફ ઓફિસનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ
ઉમેદવારે કોઈ ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલા નહિ હોવા અંગેનું ડેકલેરેશન રજૂ કરવાનું રહેશે, અરજદારે અરજી સાથે શૈક્ષણિક લાયકાત, ઉંમર, અનુભવના પ્રમાણપત્ર, જાતિ અંગેના પ્રમાણપત્ર વગેરે પ્રમાણપત્ર પ્રામાણિત કરીને જોડવાના રહેશે તેમ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી રાજકોટની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.








