
જંબુસર નગર સહિત પંથકમાં રામનવમી પર્વ ની ઉમંગભેર ભક્તિભાવ ભર્યા માહોલમાં ઉજવણી કરવામા આવી
હોવાના તથા રામ જન્મોત્સવ પર્વ નિમિતે બજરંગદળ તથા વિશ્ર્વ હિંદુ પરિષદ ધ્વારા બાઈક રેલી નુ તથા શોભાયાત્રા નુ આયોજન કરવામા આવતા બાઈક રેલી મા મોટી સંખ્યા મા યુવાનોએ ભાગ લીધો હોવાના તથા શોભાયાત્રા મા મોટી સંખ્યા મા નગરજનો સહિત પંથક ના પ્રજાજનો એ ઉત્સાહભેર ભાગ લીધો હોવાના સમાચાર સાપડ્યા છે.
ભગવાન શ્રીરામનો જન્મોત્સવ નિમિત્તે પર્વની ઉજવણીના ભાગરૂપે ૨૨-૦૪-૨૦૨૩ને બુધવાર થી તારીખ29-૦૩-૨૦૨૩ સુધી વિવિધ કાર્યક્રમો તેમજ ભજન મંડળો દ્વારા ભજન સંધ્યા નું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ તારીખ 29 -03-2023 ના રોજ રાતના 7 થી 11 વાગ્યા સુધી શ્રી રામજીનો પ્રસાદીનો તરતો પથ્થર ના દર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હિન્દુ ભાવિ ભક્તોએ દર્શનનો લાવો લીધો હતો. તેમજ જંબુસર રામજી મંદિર ખાતે સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં રામ ભક્તોએ લાભ લીધો હતો.
ચૈત્ર સુદ નોમ એટલે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ જેને રામ નવમી તરીકે પણ ઓળખવામાં આવે છે.જેની ભારતભરમાં ઠેર ઠેર ભવ્ય ઉજવણી સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો મહા આરતી કરવામાં આવતી હોય છે. જે અંતર્ગત જંબુસરના પૌરાણિક
શ્રીરામજી મંદિર ખાતે પણ સૌના પ્રેરણાસ્ત્રોત અને પ્રત્યેક સનાતની હિન્દુ નું ગૌરવ એવા મર્યાદા પુરૂષોત્તમ પ્રભુ શ્રીરામની જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે રામોત્સવ પ્રસંગ યોજાયો હતો. જેમાં સવારથી રામભક્તો રામમય બની ગયાં હતાં. રામજી મંદિર ખાતેથી સવારે પ્રભાતફેરી નીકળી નગરના માર્ગો પર ફરી હતી. બપોરે બાર કલાકે રામજી મંદિર લીલોતરી બજાર તેમજ કાવા ભગોળ ખાતે પ્રભુ શ્રીરામ જન્મ પ્રસંગે મહાઆરતી યોજાઇ હતી. જેમાં નગરની ધર્મ પ્રેમી જનતા અગ્રણીઓએ મહાઆરતીનો લાભ લીધો હતો.આ સહિત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જંબુસર દ્વારા પણ રામોત્સવ પ્રસંગે ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારે પિશાચેશ્વર મહાદેવ મંદિરથી બાઈક રેલીનું હોદ્દેદારો દ્વારા કેસરિયો લહેરાવી પ્રસ્થાન કરાવ્યું હતું. અને નગરના ટંકારી ભાગોળ કાવાભાગોળ પઠાણી ભાગોળ ઉપલીવાટ કોર્ટે બારણાં સહિતના માર્ગો પર ફરી કબીર મંદિર ખાતે બાઈક રેલી નુ સમાપન કરવામાં આવ્યું હતું . અને બપોરે 2 વાગે થી કબીર મંદિર કાવા ભાગોળ જંબુસર થી ભવ્ય શોભાયાત્રા નીકળી નગરના રાજમાર્ગો પર ફરી હતી. શોભાયાત્રામાં વ્યાયામ શાળા, વક્રતુન્ડ પુનેરી ઢોલ, તાશા , ડીજે ,ઉભુ ભજન મંડળ , આદિવાસી નૃત્ય કલા, વેશભૂષા સહિત ટ્રેકટરો પણ શણગારી હિન્દુ સંસ્કૃતિના દર્શન કરાવતી વિશેષતા જોવા મળી હતી.સદર શોભાયાત્રાનું ઠેરઠેર ગલીએ મોહલ્લામાં રામ ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતુ. અને રામ નવમી ની શ્રધ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.શોભાયાત્રામાં સાધુ સંતો, સમોસા મત વિસ્તારના ધારાસભ્ય ડી. કે સ્વામી, રાજકીય અગ્રણીઓ, હોદ્દેદારો, તેમજ જિલ્લા ઉપાધ્યક્ષ બિપીનભાઈ પટેલ, ભગુભાઈ પ્રજાપતિ સાધુ સંતો રાજકીય અગ્રણીઓ સહિત હોદ્દેદારો સહિત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ જંબુસર પ્રખંડ તથા નગર સમિતિના કાર્યકરો ભાઈઓ બહેનો મોટીસંખ્યામાં જોડાયા હતા
રામ જન્મત્સવ પર્વની ઉજવણી શાંતિમય રીતે પૂર્ણ થાય તે માટે જંબુસર પોલીસ દ્વારા સમગ્ર શહેર પોલીસ છાવણીમાં ગયું હતું કોઈપણ પ્રકારના અનિચ્છના બનાવનાર બને તે માટે એક ડીવાયએસપી, એક પી.આઈ, 6 પી.એસ.આઇ, 56 પોલીસ,200 હોમગાર્ડ જીઆરડીના જવાનો દ્વારા રામનવમી મહોત્સવનો બંદોબસ્ત કરાયો હતો
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ





