
હર્ષદરાય કંસારા ટંકારા: ટંકારા માં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાયેલ છે.
શ્રીરામ જન્મોત્સવ સમિતિ દ્વારા રામનવમી ઉજવણીનું ખુબજ સુંદર આયોજન કરાયેલ. આ નિમિત્તે યોજાયેલ મિટિંગમાં ટંકારા શહેરના અને તાલુકાના આગેવાનો કાર્યકરો ની બેઠક મળેલ અને ભવ્ય ઉજવણી કરવાનું નક્કી કરાયેલ.

ટંકારાનો દેરીનાકા રોડ, મેઇન બજાર, દેરાસર રોડ , ત્રણ હાટડી શેરી, લોવાસ, ગાયત્રીનગર , સહીત તમામ બજારો શેરીઓ કેસરી ધજા પતાકા તથા કમાનોથી શણગારાયેલ. દયાનંદ ચોકમાં રોશની કમાનો તથા વિશાળ બેનરો દ્વારા શણગારાયેલ સવારે શોભાયાત્રા નો પ્રારંભ શ્રીરામના ફ્લોટ સાથે લક્ષ્મીનારાયણ સોસાયટી થી શરૂ થયેલ. તે દેરીનાકા રોડ, દેરાસર રોડ લક્ષ્મીનારાયણ શેરી, ત્રણ હાટડી આર્ય સમાજ , લો વાસ, ઘેટીયાવાસ થઈ શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે પૂર્ણ થયેલ. જય શ્રી રામના નારાથી ટંકારા ને બજારો શેરીઓ ગુંજી ઉઠેલ. શોભાયાત્રામાં ધ્રુવ નગર રાજવી પરિવારના આનંદ રાજા ટંકારા તાલુકાના સરપંચો આગેવાનો ઉપદેશક વિદ્યાલય તથા આર્ય સમાજના આગેવાનો કાર્યકરો સહિત સમસ્ત હિન્દુ સમાજના લોકો કેસરી સાફો પહેરી તથા કેસરીધજાઓ સાથે વિશાળ સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયેલ. ટંકારા ના વેપારીઓએ સ્વૈચ્છિક પોતાના વેપાર દુકાનો બંધ રાખી શોભાયાત્રામાં જોડાયા હતા.

શોભાયાત્રા નું ઠેર ઠેર ઠંડા પીણા, દૂધ કોલ્ડ ડ્રિંક્સ, છાસ થી સ્વાગત કરાયેલ.ત્રણ હાટડી શેરીમાં રહેવાસીઓએ શોભાયાત્રાના રૂટમાં રંગોળીઓ બનાવી તથા અગાસી માંથી બહેનો દ્વારા ગુલાબની ફૂલના પાંદડીઓ વરસાવી ભવ્ય સ્વાગત કરેલ.દયાનંદ ચોકમાં યુવાનોએ,બહેનોએ રાસ રમેલ.શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાયેલ. દહીં તથા પંજરી ની પ્રસાદી અપાયેલ.શોભાયાત્રા માં જોડાયેલ …









