
વિજાપુર સીઆરસી ભવન ખાતે 60 જેટલા શિક્ષકોને તાલીમ અપાઈ

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર સીઆરસી ભવન ખાતે વિક્રમભાઈ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર તેમજ ટ્રુશ્લર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ના સહયોગથી તાલુકાના 60 જેટલા શિક્ષકો ને ગણિત વિજ્ઞાન વિષય બાબતે બે દિવસ સુધી તાલીમ વર્ગ STEM હેન્ડ્સ ઓન એક્ટિવિટી નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શિક્ષકો ને ગણિત વિજ્ઞાન માં ઉપયોગી કોન્સેટર જે વિદ્યાર્થીઓ પાસે કેવી રીતે સરળતાથી સમજાવી શકાય તેવી એક્ટિવિટી દ્વારા માર્ગદર્શન આપવા માં આવ્યું હતું જેમકે ભૌતિક વિજ્ઞાન માં મેગ્નેટીક ,બટરફાય દ્વારા ચુંબકનો સિધ્ધાંત તેમજ જીવ વિજ્ઞાન માં પર્ણ રંઘુ ની સ્લાઈડો બનાવી તેનું સૂક્ષ્મદર્શક યંત્રમાં નિર્દેશન કરી બતાવ્યું હતુ તેમજ તાલીમ લેતા શિક્ષકોને રાસાયણિક વિજ્ઞાન ના વિવિધ પ્રયોગો ગણિત વિષય ના નિત્યસ્મો વિશે પણ વિસ્તૃત હેન્ડ્સ ઓન એક્ટિવિટી કરાવવા માં આવી હતી તેમજ શિક્ષકોને શાળામાં ઉપયોગી રીસોર્સ મટેરિયલ વિનામૂલ્યે આપવામાં આવ્યું હતું શાળમાં વિધાર્થીઓ સરળતાથી ભણતર નો જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે શિક્ષકો ને તાલીમ આપવામાં આવી હતી





