

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા યુવક ઉપર અગાઉના ઝઘડાનો ખાર રાખી આઠ શખ્સોએ માર મારી છરીના આડેધડ ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો, ગંભીર રીતે ઘવાયેલા શખ્સને પ્રથમ સમર્પણ હોસ્પિટલ મોરબી ખાતે ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે. રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર મોરબીના વેજીટેબલ રોડ પર રહેતા જુસબ હબીબભાઈ નામના યુવક ઉપર અગાઉ આરોપીઓના પિતા સાથે થયેલ ઝઘડાનો ખાર રાખી ગેરકાયદેસર મંડળી રચી આરોપી અસ્લમ હાજીભાઇ ખોડ, ફારૂક હાજીભાઇ ખોડ, અલ્તાફ હાજીભાઇ ખોડ, રાહુલભાઈ કોળી, અનીશભાઈ, જાવિદ ઉર્ફે બાડો, રિયાઝ જેડા, રમજાન મોવરે યુવકને માર મારી છરીના આડેધડ છરીના ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને પહેલા સમર્પણ હોસ્પિટલમાં સારવારમાં રાખ્યા ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિ. માં રીફર કરવામાં આવ્યો હતો. સમગ્ર બનાવ અંગે મોરબી બી ડિવિઝન પો.સ્ટે.માં ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.










