MORBIMORBI CITY / TALUKO

મોરબીના સિનિયર NCC કેડેટ્સને ચંદ્રક તથા સર્ટિ એનાયત કરાયા

મોરબીના સિનિયર NCC કેડેટ્સને ચંદ્રક તથા સર્ટિ એનાયત કરાયા રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

 


સર્વોદય એજયુકેશન સોસાયટી ટ્રસ્ટ સંચાલિત મહારાજા શ્રી મહેન્દ્રસિંહ જી સાયન્સ કૉલેજ માં આવેલ NCC એકમ ના સંચાલક કેપ્ટન ડોક્ટર શર્મા સાહેબ દ્વારા તેમના સિનિયર કેડેટ્સ કે જેમને વર્ષ દરમ્યાન રાષ્ટ્રીય તેમજ રાજ્ય કક્ષાએ સિધ્ધિ હાસેલ કરેલ હતી જેમાં અંડર ઓફિસર ચિરાગ કરોત્રા, ઇન્ડિયન મિલ્ટ્રી એકેડેમી દેહરાદૂન માં રાષ્ટ્રીય સ્તર ની ટ્રેનિંગ મેળવી સર્ટિફિકેટ મેળવેલ, તેમજ રાષ્ટ્રીય કક્ષા ના થલ સૈનિક કેમ્પ કે જેમાં સુવર્ણ પદક મેળવેલ હતું.તેવી રીતે હાર્દિક ભટ્ટી તેમજ બતાલા અમિત ને પણ રાષ્ટ્રિય કક્ષા ના ચંદ્રક મેળવેલ તે બદલ તેમને બિરદાવવા મા આવેલ હતા.સર્વ પ્રથમ સર્વોદય એજ્યુકેશન સોસાયટી ના મનારહ મંત્રી તેમજ ટ્રસ્ટી શ્રીરજનીભાઇ તેમજ શ્રી દેવાંગ ભાઈ ને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવેલ તે પછી વિવિધ જિલ્લા, રાજ્ય,તેમજ રાષ્ટ્રીય સ્તર માં મોખરે આવેલ કેડેટ ને ચંદ્રક તેમજ સર્ટિ આપવામાં આવેલ અને અંતે વિદાઈ પામેલ વિદ્યાર્થીઓ દ્વારા તેમનું ફિડબેક તેમજ શોર્ય ગીત,. Speech, અનેકવિધ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું.

તમામ કાર્યક્રમ દરમ્યાન પ્રિન્સિપાલ શ્રી માંડવીયા સાહેબ, શ્રીદંગી સાહેબ,તથા શ્રી ગરમોરા સાહેબ તથા તમામ સ્ટાફ વર્ગે કેડેટ્સ ને પ્રોત્સાહિત કરવા હજાર રહ્યા હતા .સંપૂર્ણ કાર્યક્રમ નું સુશોભન, તેમજ સંચાલન તમામ કેડેટ દ્વારા સુયોગ્ય રીતે કરવામાં આવેલ હતું તેવી NCC નાં કેપ્ટન ડોક્ટર શર્મા સાહેબ ની યાદી જણાવે છે.

[wptube id="1252022"]
Back to top button