MEHSANAVIJAPUR

વિજાપુર તાલુકા જેપુર ગામે રહેતા ઇસમને ભાગીદરો એ ભાગમાં આવતા રૂપિયા નહિ આપતા ઝેરી દવા પી મોત વ્હાલું કર્યું

વિજાપુર તાલુકા જેપુર ગામે રહેતા ઇસમને ભાગીદરો એ ભાગમાં આવતા રૂપિયા નહિ આપતા ઝેરી દવા પી મોત વ્હાલું કર્યું
(મૃતકના ખિસ્સામાંથી નીકળી સ્યુસાઇડ નોટ જેમાં મરવા પાછળ નુ કારણ ચાર ભાગીદરો હોવાનુ નીકળતા પોલીસ મથકે નોંધાઇ ફરીયાદ)
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા ના જેપુર ગામના આધેડ ઇસમને ભાગીદારો એ દગો કરી ભાગમાં આવતા રૂપિયા ત્રણ કરોડ પાંસઠ લાખ નહિ આપી ધંધામાં નુકશાન બતાવતા ભાગીદારોના માનસિક તણાવ થી ઝેરી દવા પી ને આપઘાત કરી મોત વ્હાલુ કરતા ભારે શોક નો માહોલ ઉભો થયો હતો મૃતક પાસેથી મળેલી ચિઠ્ઠી ના આધાર ઉપર ધનપુરા ગામના ચાર ભાગીદારોનું ચીઠ્ઠી માં નામ જાહેર થતા મૃતક ના ભત્રીજા એ ચાર ઈસમો સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે પોલીસે આપઘાત સાથે મળેલ પુરાવા રૂપ ચિઠ્ઠી ના આધાર ઉપર હકીકત મેળવવા તપાસ હાથ ધરી છે આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહીતી મૂજબ તાલુકાના મૂળ જેપુર ગામના નટવર ભાઈ પુરુષોત્તમ ભાઈ પટેલે ઘાટલોડિયા અમદાવાદ ખાતે રહીને વિજાપુર ધનપુરા ગામના પટેલ સતીશ ભાઈ કચરા ભાઈ તેમજ વિક્રમ ભાઈ કચરા ભાઈ પટેલ તેમજ સંદીપ કુમાર વિક્રમ ભાઈ પટેલ તેમજ વિશાલ વિક્રમ ભાઈ પટેલ અને અન્ય ભાગીદારો સાથે પચ્ચીસ વર્ષથી મુરલીધર ડેરી પાર્લર ઘાટલોડિયા થી શરૂ કરતાં બીજી અન્ય શાખાઓ પણ ભાગીદારી માં ઉભી કરી ધંધામાં મોટો વિકાસ કર્યો હતો જેમ ઉમા ડેરી પાર્લર બિલ્ડીંગ કન્ટ્રક્શન તેમજ ડેરી પ્રોડક્ટ માટે નું કારખાનું નાખવામાં આવ્યું હતું મોટા પાયે મુડી નું રોકાણ કરતા નટવર ભાઈ પટેલે ભાગીદાર સતીશ ભાઈ પટેલ તેમજ વિક્રમ ભાઈ પટેલ તેમજ સંદીપ ભાઈ પટેલ વિશાલ ભાઈ પટેલ નાઓ પાસેથી ત્રણ કરોડ પાસાંઠ લાખ રૂપિયા ભાગ માં આવતા હિસાબ પેટે ના લેવાના નીકળતા રૂપિયા ની ઉઘરાણી કરતા તમો ધંધામાં હાજર રહેતા નથી તમો વતન માં જતા રહયા છો તેમ કહી ને માનસિક પરેશાન કરતા અને નટવર ભાઈ પટેલને લોન લીધેલ હોવાથી તેની અન્ય ની ચુકવણી કરવાની હોઈ બીજી તરફ ભાગીદારોની પજવણી ના કારણે નટવર ભાઈ પટેલ તણાવ માં આવી જઈ ને ગામના વરિયાળી ના વાવેતર વાળા ખેતરમાં જઈને ઝેરી દવા પી ને આપઘાત કરતા પીએમ માટે સરકારી દવાખાને લાવવા માં આવ્યા હતા તે દરમ્યાન પોલીસ ને પેન્ટ ના ખિસ્સામાંથી સ્યુસાઇડ નોટ મળી આવતા જેમાં ચાર ભાગીદારો નો ઉલ્લેખ કર્યો હોવાનું હોઈ પોલીસે સ્યુસાઇડ નોટ ના આધાર તેમજ તેમના ભત્રીજા મૌલિક કુમાર બળદેવ ભાઈ પટેલે ચાર સામે ફરીયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

[wptube id="1252022"]
Back to top button