
આગામી 1 એપ્રિલથી UPIના નિયમમાં બદલાવને લઈ NPCI એ સ્પષ્ટતા કરી છે. UPI દ્વારા 2000 રૂ. થી વધારેના પેમેન્ટ પર ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગશે આવા સમાચાર સવારથી ફરતા થયા હતા. આ અંગે NPCI એ કહ્યું છે કે, UPI દ્વારા પેમેન્ટ સિસ્ટમમાં ફેરફારથી ગ્રાહકોને કોઈ અસર થશે નહીં. ઉપરાંત તેમણે કહ્યું કે UPIએ મફત, ઝડપી અને સુરક્ષિત પેમેન્ટ સિસ્ટમ છે. UPI દ્વારા, ગ્રાહકો અને દુકાનદારો દ્વારા દર મહિને 8 અબજથી વધુ વ્યવહારો કરવામાં આવે છે.
ગ્રાહકોને ચિંતા કરવાની જરૂર નથી
- જૂની પેમેન્ટ સિસ્ટમમાં કોઈ પણ જાતનો ફેરફાર થયો નથી
- બેંક ખાતામાંથી અન્ય કોઈ બેંક ખાતામાં કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ લાગશે નહીં
- વેપારીએ પ્રીપેડ વોલેટ દ્વારા કરવામાં આવેલા UPI પેમેન્ટ પર ચાર્જ ચૂકવવાનો રહેશે
- P2P અને P2PM બેંક એકાઉન્ટ્સના વ્યવહારો પર કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં.
કોને ચૂકવો પડશે ચાર્જ
- GPay, Paytm અને અન્ય એપ્સ દ્વારા કરવામાં આવતી UPI ચુકવણીઓ પર ₹2,000 થી વધુના વ્યવહારો પર PPI ફી વસૂલવામાં આવશે
- આ ચાર્જ ફક્ત એવા યૂઝર્સે ચૂકવવો પડશે જેઓ મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન માટે ચૂકવણી કરે છે
કેવી રીતે લાગશે ચાર્જ
આ ફી માત્ર વેપારી QR કોડ દ્વારા કરવામાં આવેલા ડિજિટલ વૉલેટ વ્યવહારો પર લાગુ થશે, જે વેપારી હસ્તગત કરનાર દ્વારા વૉલેટ રજૂકર્તાને ચૂકવવાનો રહેશે. તેથી, વેપારી કે ગ્રાહક બંનેને ઇન્ટરચેન્જ ફી દ્વારા સીધી અસર થતી નથી.

[wptube id="1252022"]









