JETPURRAJKOT

રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે કોવીડ ૧૯ અંગેની સમીક્ષા બેઠક યોજાઇ

તા.૨૮ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે કોવીડ ૧૯ ની સમીક્ષા બેઠક કલેક્ટરશ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં, કલેક્ટરશ્રીએ કોવીડ અને ફ્લૂના કેસોની વર્તમાન સ્થિતિ અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કલેકટરશ્રીએ ટેસ્ટિંગ વધારવા તેમજ ફ્લૂ અંગે જાગૃતિ ફેલાવવા સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટશ્રી આર.એસ.ત્રિવેદી, જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી નીલેશભાઈ રાઠોડ, તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને ડોક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button