
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નબસારીશ્રી દરજી જ્ઞાતિ સેવા મંડળ નાં બે ટર્મથી ઉપપ્રમુખ એવા હેમંતભાઈ ટેલર ચીખલી ને સર્વાનુંમતે પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા દેશ વિદેશ નાં દરજી સમાજ માં પણ ખુશી નો માહોલ સર્જાયો
..શ્રી દરજી જ્ઞાતિ સેવા મંડળ નાં બે ટર્મથી ઉપપ્રમુખ એવા હેમંતભાઈ ટેલર ચીખલી ને સર્વાનુંમતે પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી અને પ્રમુખ બનતા ની સાથે તેઓએ જણાવ્યુ કે અમારા સમાજ નાં ગરીબ અવસ્થા માં જીવતા દરજી ઓને સમાજ દ્વારા વિવિધ સહાયો આપવા માં આવ છે અને દરજી સમાજ ની નવી બની રહેલ ભવ્ય વાડી વેહલી તકે સમાજ નાં લોકો ને અર્પણ કરવા માં આવ છે હેમંતભાઈ ટેલર ને પ્રમુખ ના નિમણુંક ને દેશ વિદેશ નાં દરજી સમાજ નાં લોકો અભિનંદન આપી ખુશી ઓ વ્યક્ત કરવા મા આવી હતી કેહવાય છે કે હેમંતભાઈ ટેલર ભાજપ નાં પ્રદેશ બક્ષીપંચ મોર્ચા ઉપપ્રમુખ પણ છે અને અખિલ ભારતીય દરજી મહાસભા નાં રાષ્ટ્રીય મહાસચિવ પણ છે અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નાં નજીક નાં પણ કહેવાય છે આજે એમના પ્રમુખ નાં નિમણુંક ને ગુજરાત વિશ્ર્વ હિન્દ પરિષદ નાં આગેવાન રસિકભાઈ સુરતી (વાંસદા) એ પણ અભિનંદન પાઠવ્યા હતા
દેશ વિદેશ માં વસતા દરજી સમાજ નાં લોકો ની શ્રી દરજી જ્ઞાતિ સેવા મંડળ નવસારી ની સ્થાપના 1942 માં થઈ આ મંડળ નો વિસ્તાર કોસંબા થી લઈ છેક મુંબઈ સુધી આવેલ છે વિવિધ સેવા ની પ્રવૃત્તિઓથી શિક્ષણ સહાય , અનન સહાય, વિધવા સહાય,મેડિકલ સહાય,સમૂહ લગ્ન દીકરા દીકરીની પરિચય મિલન જેવી અનેક સેવાકીય પ્રવૃતિથી સંકળાયેલું છે આજરોજ શ્રી પદ્મશ્રી એવોર્ડ કનુભાઈ ટેલર , દાતાર શ્રી હેમેન્દ્રભાઈ ગાય વાલા, દાતાર શ્રી રમીલાબેન પટેલ, દાતાર શ્રી ગીતાબેન મહેતા,ની ઉપસ્થિતિ માં કારોબારી ઓની બેઠક માં આ સંસ્થાના બે ટર્મથી ઉપપ્રમુખ રહેલા એવા હેમંતભાઈ ટેલર સમરોલી (ચીખલી) ને સર્વાનુંમતે પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી, તેમજ ઉપપ્રમુખ તરીકે જનકભાઈ પાલવાલા સુરત ,હરીશભાઈ સુરતી બારડોલી ,મંત્રી તરીકે શ્રી પ્રવીણભાઈ ટેલર, નવસારી કિશોરભાઈ ટેલર નવસારી ,ખજાનચી તરીકે બંકિમ ટેલર, તેમજ દરજી સેવકના તંત્રી તરીકે શ્રી ડોક્ટર પ્રિતેશભાઈ ટેલર ,શિક્ષણ સમિતિ શ્રી કિશોરભાઈ ટેલર, હિતેશભાઈ ટેલર, અનાથશાહી સમિતિ દીપકભાઈ ટેલર પડઘા ,અમરભાઈ ટેલર,પ્રસંગ ઉત્સવ કન્વીનર મુકેશભાઈ ટેલર ,હિતેશભાઈ ટેલર , સાયણ આ રીતે હોદ્દેદારોને 29 કારોબારી સભ્યોની નિમણૂક કરવા માં આવી હતી