NAVSARI

નવસારી: ગાંધીજી પ્રતિમા પાસે કોંગ્રેસ દ્વારા ધરણા થાય તે પહેલાં જ પોલીસે કાર્યકરોની અટક કરી.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી માનહાની કેસમાં કેન્દ્રીય નેતા રાહુલ ગાંધીને લોકસભાના સાંસદ પદેથી દૂર કરી દેવાતા દેશ ભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.તેના ભાગરૂપે નવસારીમાં પણ ધરણા પ્રદર્શનનું આયોજન કરાયું હતું.નવસારી જિલ્લા કોગ્રેસ દ્વારા પણ રાહુલગાંધી સજા પ્રકરણ મુદ્દે આશ્ચર્યજનક કાર્યકમો આપવા બાબતે મીટીંગ કોંગ્રેસના પ્રવક્તા અને વાંસદા ધારાસભ્ય અનંત પટેલના માર્ગદર્શન હેઠળ મીટીંગ યોજાયા બાદ ધરણાની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફુવારા સ્થિત ગાંધીજી ની પ્રતિમા પાસે ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધરણા પર બેસે તે પહેલાં જિલ્લા પ્રમુખ સહિત અન્ય આગેવાનોની અટક કરી હતી.

રાહુલ ગાંધીના ચૂંટણી ભાષણને અવગણના કરી કેસ કર્યો હતો. આ કેસનો ચુકાદો આપીને સુરતની કોર્ટે રાહુલ ગાંધીને ૨ વર્ષની સજા ફટકારી છે. સજા ફટકારાતા નિયમો પ્રમાણે રાહુલ ગાંધીને લોકસભાના સાંસદ પદેથી દૂર કરી દેવાયા છે. જેના ગંભીર પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા છે. કોંગ્રેસે આ મામલે દરેક ઠેકાણે ધરણા પ્રદર્શન કર્યા છે. તેના ભાગરૂપે નવસારી માં ફુવારા નજીક ગાંધી પ્રતિમા પાસે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં કાર્યક્રમ થતા પોલીસે તમામ કોંગ્રેસ આગેવાનોની ધરપકડ કરી હતી. તે પહેલાં જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલે જણાવ્યું કે, દેશના નેતા રાહુલ ગાંધીને એક સામાન્ય મામલામાં મોટું સ્વરૂપ આપી કેસ કરાવી ૨ વર્ષની સજા કરાવી અને તાબડતોબ રાહુલનું સાંસદ તરીકેનું સભ્યપદ છીનવી લેવાયું જેનો વિરોધ કરાયો છે. જો કે, કૉંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શિત કરે તે પહેલા જ પોલીસે ડિટેઈન કરી લેતા કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા.ફૂવારા ગાંધીજીની પ્રતિમા પાસે વિરોધ કરવા એકત્રિત થયેલા કાર્યકર્તાઓને ડિટેઈન કરી પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. જ્યાંથી તમામને મુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ, મુક્ત કરાયા બાદ કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશનની બહાર જ સૂત્રોચ્ચા શરૂ કરી દીધા હતા. જેના કારણે પોલીસે ફરીવાર કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી ડિટેઈન કર્યા હતા.

[wptube id="1252022"]
Back to top button