
આવો સૌ સાથે મળી ને સુપોષિત ગુજરાત નિર્માણ કરીએ સંકલ્પ.
૨૭ માર્ચ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની આંગણવાડી કેન્દ્રો માં સંકલિત બાળવિકાસ યોજનાની કચેરી દ્વારા તા. ૨૦ માર્ચ થી ૩ એપ્રિલ સુધી’ પોષણ પખવાડિયા ‘ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિથી ઉજવણી કરવામાં આવી રહી છે

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ઇન્ચાર્જ સી.ડી.પી.ઓ. મનીષા બા ઝાલા ના માર્ગદર્શન હેઠળ સુપરવાઇઝર બેનો સંકલન થી ગ્રામ્ય વિસ્તારની આંગણવાડી માં મંગળદિવસ,મમતા દિવસ, સગર્ભા અને ધાત્રી માતા સાથે મિટિંગ ,કિશોરી મીટીંગ તેમજ મિલેટ્સ પ્રશ્નોતરી યોજવામાં આવી હતી. તેમજ મીલેટ્સ માંથી બનાવેલ બાજરીમાંથી ખીર , રાબ જેવી વાનગીઓ તૈયાર કરી અન્નપ્રાશન દિવસ , બાલ દિવસ અને આંગણવાડી કેન્દ્રોમાં કિચન ગાર્ડનમાં મીલેટ્સ ના છોડ વાવવામાં આવ્યા હતા તે દરમિયાન ગ્રામ્ય વિસ્તારના સરપંચશ્રી , ઉપસરપંચ શ્રી અને ગામના અગ્રણી પણ હાજર રહ્યા હતા.





