PARDIVALSAD

કલસર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા PSE તથા NMMS 2023માં મેળવી જવલંત સફળતા

કલસર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાજ્ય સરકાર આયોજિત પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા (PSE )તથા નેશનલ મીન્સ કમ મેરીટ શિષ્યવૃતિ પરીક્ષા (NMMS)2023માં મેળવી જવલંત સફળતા. કલસર પ્રાથમિક શાળા, તા -પારડી, જી -વલસાડ ના PSE પરીક્ષા માં ધોરણ -6માં કુલ -6વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમા 3 વિદ્યાર્થી ઓ પાસ થયા હતાં જ્યારે (NMMS)પરીક્ષામાં કુલ 5વિદ્યાર્થીઓ પૈકી 5વિદ્યાર્થીઓ બધાજ પાસ થયા હતાં જેમાં સતત 3 મહિનાથી વર્ગ સંચાલન કરનાર અને માર્ગદર્શન પૂરું પાડનાર શિક્ષક શ્રી હેમંતભાઈ ઈશ્વરભાઈ ટંડેલ અને સપનાકુમારી બચુભાઈ પટેલ ના અથાગ મહેનત દ્વારા શાળાનું નામ રોશન કર્યું હતું શાળા પરિવાર વતી શાળાના આચાર્ય શ્રીમતી હિરલબેન હરેન્દ્રસિંહ ગોહિલ દ્વારા પરીક્ષામાં પાસ થવા બદલ સૌ વિદ્યાર્થીઓને અભિનંદન અને શભેચ્છાઓ આપી હતી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button