BODELICHHOTA UDAIPUR

છોટાઉદેપુર જિલ્લા કોગ્રેસ દ્વારા સત્યાગ્રહ-સંકલ્પ ધરણાં કાર્યક્રમ કરે તે પહેલાં પોલીસે કરી ધરપકડ.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ના આદેશ અનુસાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીજીને ભાજપની તાનાશાહી,લોકશાહી વિરોધી સરકારના ઇશારે સાંસદ પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેના વિરોધમાં આજ રોજ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર બાગ પાસે મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે સત્યાગ્રહ ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત થયા હતા, અને કાર્યક્રમના સ્થળે જવા રવાના થાય તે પહેલા જ પોલીસે તમામની અટકાયત કરી હતી,

જેમા રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધીરેનભાઈ તિવારી, સુખરામભાઈ રાઠવા, સંગ્રામસિંહ રાઠવા તેમજ કોંગ્રેસના જિલ્લા,તાલુકા,સેલના હોદ્દેદારો,કાર્યકરો,શુભેચ્છકો,ટેકેદારો,આગેવાનો હાજર રહ્યા હતા.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

[wptube id="1252022"]
Back to top button