BHARUCHNETRANG

નેત્રંગ જીનબજારમાંથી પેટ્રોલીંગ દરમ્યાન મળી આવેલ અજાણ્યા બે બાળકોનું પરીવાર સાથે સુખદ મિલન કરાવતી નેત્રંગ પોલીસ.

નેત્રંગ જીનબજારમાંથી પેટ્રોલીંગ દરમ્યાન મળી આવેલ અજાણ્યા બે બાળકોનું પરીવાર સાથે સુખદ મિલન કરાવતી નેત્રંગ પોલીસ.

 

 

નેત્રંગ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એન.વાઘેલા અને સ્ટાફ પેટ્રોલીંગમા હતો. જે દરમિયાન નેત્રંગ જીન બજારમાં રહેતા સ્થાનિક રહીશો થકી જાણવા મળેલ કે નેત્રંગ જીન બજારમાં બે અજાણ્યા બાળકો ભુલા પડેલા છે. આ હકિકત આધારે નેત્રંગ જીન બજારમાં જઇને તપાસ કરતા બે અજાણ્યા બાળકો મળી આવતા તેમની પુછપરછ દરમિયાન મોટા બાળકની ઉ.વ.આ.૧૦ ની તબિયત નાંદુરસ્ત જણાય આવતા બન્ને બાળકોને તાત્કાલિક નેત્રંગ સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા અને તે સમયે બાળકો મરાઠી બોલત હોય અને સ્થાનિક ન હોવાનું જણાય આવતા તેમનાં ફોટો મેળવીને તાત્કાલિક વોટ્સએપ મારફતે ફોટો સર્ક્યુલેટ કરવામાં આવેલ અને રાત્રીના સમયે પોલીસની અલગ અલગ ટીમો બનાવીને પો.સ્ટે વિસ્તારનાં પડાવો ચેક કરવામાં આવેલ પરંતુ કોઇ હકિકત જાણવા મળી નહતી.

 

આજરોજ વહેલી સવારમાં બાળકોના વાલી વારસો બાબતે તપાસ કરાવતા કાંટીપાડા રોડ ઉપર કવોરી પાસે આ બાળકો રહેતા હોવાનું જાણવા મળતા તે જગ્યાએ જઇ તપાસ કરતા એક મહારાષ્ટ્રનાં દાદા રૂપસીંગભાઇ દુરજીભાઇ વસાવે નાઓ મળી આવતા તેમને બાળકોનાં ફોટા બતાવતા તે બાળકો પોતાના પૌત્રો હોવાનું જણાવેલ જેથી તેમને પોલીસ સ્ટેશન ખાતે લઇ આવીને બાળકોને તેમનાં દાદા સાથે સુખદ મિલન કરાવેલ છે.

[wptube id="1252022"]
Back to top button